• ગોંડલ, જૂનાગઢ, રાજુલા, વાંકાનેર, લીલીયા સહિતના વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ

છેલ્લા એક અઠવાડિયા અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે લોકો ત્રાહીમામ  પોકારી  ઉઠ્યા હતા ત્યારે હવામાન વિભાગની આગાહીથી સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વરસાદે  નવરાત્રીનાં આયોજકોની ચિંતા વધારી દીધી હવે આઠ જ દિવસ નવરાત્રીને આડે છે  અમરેલીના લીલીયામાં  3 ઈંચ વરસાદ પડયો હતો. બંગાળની ખાડીમાં જે સાઈકલોનિક સકર્યુલેશન સક્રિય થયું  હતુ એધીમું  પડી ગયું છે. પરંતુ હાલમાં ગુજરાત રાજય પર16ડીગ્રી ઉતરમાં સિથર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાત રાજયમાં અત્યાર સુધીમાં  સામાન્ય કરતા  42 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ગોંડલ

ગોંડલ માં લોકો મોડી રાત્રીનાં બે વાગ્યે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે અચાનક આકાશ માં વિજળી નાં ચમકારા સાથે ભારે કડાકા ભડાકા વચ્ચે વરસાદ તુટી પડ્યો હતો.અને અડધા થી પોણી કલાક માં પોણા થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો.છેલ્લા બે દિવસ થી ભારે બફારા બાદ મોડી રાત્રીનાં મેઘરાજે એ ભારે ગાજવીજ સાથે એન્ટ્રી કરી હોય વાતાવરણ માં ઠંડક ફેલાઈ હતી. ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રિજ માં વગર વરસાદે પાણી ભરાતા ચોમાસા માં જેવો  માહોલ સર્જાતા લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયુ હતુ.અલબત ઉમવાડા કે આશાપુરા અંડરબ્રિજ માં ઉનાળો હોય કે ચોમાસુ પાણી ભરેલુ રહેતુ હોય શેવાળ જામવા થી બાઈક ચાલકો ને લપટીપડવા ની ઘટના રોજીંદી બની છે.બન્ને અંડરબ્રિજ નાં નિર્માણ થી લઈ આજ સુધી આ સમસ્યા યથાવત છે. ટ્રાફિક થી ધમધમતા ગુંદાળા ફાટક પર ઓવરબ્રીજ બનાવવા નુ કામ શરુ થતા ટ્રાફિક ને સાંઢીયાપુલ તથા ઉમવાડા અંડરબ્રિજ તરફ ડાયવર્ટ કરાયો છે.ત્યારે ઉમવાડા અંડરબ્રિજ માં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો માટે નવી પીડા ભોગવવાનું બન્યુ છે.

ગીર ગઢડા

ગીરગઢડા સહીત તાલુકાના અનેક ગામોમાં સમી સાંજના સમયે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના શહેરમાં થોડીવાર પડેલા ભારે વરસાદના કારણે ગરમીના ઉકળાટથી રાહત મળી હતી. જોકે છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ આજે સમી સાંજના  ધીમીધારે વરસાદ વરસેલ ત્યાર બાદ ધીમે ધીમે ગતિ પકડતા થોડીવાર ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. અને લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ રાહત પ્રસરી હતી.

રાજુલા

રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયેલ છે. આ વરસાદ શરૂ થતા ખેતી પાકોને ખૂબ જ લાભ થશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે જ્યારે વરસાદની ખૂબ જ જરૂર હોય ત્યારે વરસાદ પડી જતા આ જુલા વિસ્તારના ખેડૂતોમાં હરખની હેલી વ્યાપેલ છે

વાંકાનેર

વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં ગતરાત્રીના અચાનક પલટો આવ્યો હતો, જેમાં સમગ્ર વાંકાનેર પંથકમાં વિજળીના કડાકાભડાકા અને પવનના સુસવાટા સાથે સચરાચર વરસાદ નોંધાયો હતો. સમગ્ર પંથકમાં અચાનક આવેલાં વરસાદથી ઘરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. વાંકાનેર વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યાથી સવાર સુધીમાં કુલ 32 મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો છે. હાલ વાંકાનેર પંથકમાં ગાજવીજ અને પવન સાથે આવેલ વરસાદના કારણે કોઇ જાનહાનિ કે નુકસાનીના સમાચારો સામે ન આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.