લોઠડા, પીપલાણા, અને પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસો.એ કલેકટરને આપ્યું આવેદન
લોકડાઉનબાદ અનલોક ૧ સાથે જનજીવન ધબકતુ થયું છે. અને ધંધા રોજગાર પણ રાબેતા મુજબ શરૂ થઇ ગયા છે ત્યારે ઉદ્યોગમાં કામ કરતા અને વતન ગયેલા પરપ્રાંતિયો પુન: કામે વળગે તે માટે પ્રયાસો કરવા લોઠડા, પીપલાણા, પડવલા ઇન્ડસ્ટ્રીયલ એશોશીએશને રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
લોઠડા, પીપલાણા અને પડવલા ઇન્ડસ્ટ્રીયલ એશોશીએશનના પ્રમુખ જયંતીલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઇ બાલધા અને ટ્રેઝરર વિઠ્ઠલભાઇ બુસાએ કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ છે કે હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ ઔદ્યોગિક વસાહતો આવેલ છે તયારે કોરોના જેવી મહામારીને કારણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના શ્રમિકો પરત્વે સંવેદનશીલ અભિગમ દાખવાયેલ ત્યારે તંત્રના પૂરતા સહયોગ અને એશોશીએશનના માધ્યમથી પરપ્રાંતીય મજુરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરવામા આવી હતી. લોકડાઉન દરમિયાન કારખાના બંધ હતા તે દરમિયાન મજૂરોને પગાર અને રાશન પહોંચાડવાની પણ કારખાનાના માલિકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા કારખાના ચાલુ કરાવાની મંજુરી આપાઇ હોય અને ધંધા, રોજગાર, ઉદ્યોગ પુન: ધમધમતા શરૂ થયેલા છે. ત્યારે પરપ્રાંતીય મજૂરો પોતાના વતન ચાલ્યા ગયેલ હોય કારખાને દારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝોની હાલત બહુ જ ખરાબ છે.
સરકારી તંત્ર દ્વારા પરપ્રાંતિય મજૂરો વહેલી તકે ગુજરાત પરત આવે અને પોતાની ફરજે વળગી જાય તો ઉદ્યોગો ત્વરીત પુન: ધમધમતા થશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર તંત્ર તરફથી તાજેતરમાં ‘આત્મનિર્ભર ગુજરાત’ પેકેજમાં વીજળી દરોમાં રાહત, ઉદ્યોગોને રાહત, લોન-સીસીમાં કોઇપણ જામીનગીરી કે પ્રોસીઝર વગર વધારો, ૧ વર્ષ પછી હપ્તા, ત્રણ માસ સુધી ચાલુ લોનના હપ્તામાં રાહત જેવા સંવેદનશીલ પગલા થકી લોકડાઉન દરમ્યાન મૃતપ્રાય થયેલ ધંધા, રોજગાર, ઉદ્યોગોમાં પુન: પ્રાણ ફુંકવાનો પ્રશંસનિય પ્રયાસ કરવામાં આવેલા છે.
હાલ ૬૦થી ૭૫ ટકા પરપ્રાંતિયો પોતાના વતન ચાલ્યા ગયેલ છે ત્યારે જયંતીલાલ સરધારા દ્વારા રાજકોટના પનોતા પુત્ર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે આ બાબતે ટેલીફોનીક ચર્ચા તેમજ જી-મેઇલથી વાકેફ કર્યા હતા. જેમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે સુંદર પ્રતિસાદ સાંપકયો છે. પરપ્રાંીતય મંજૂરો પુન: ગુજરાત પરત આજે અને પોતાના કામે વગળી જાય એ માટે હાલ કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર હોય અને રાજયમાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સમક્ષ નેતૃત્વ છે તેથી પોતાના વતન ચાલ્યા ગયેલ પરપ્રાંતિય મજૂરો પુન: ગુજરાત આવે તે માટે દરેક રાજયો યુ.પી. બિહારે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કરીને વહેલી તકે પરપ્રાંતિય મજૂરો પરત ફરે તો જ ગુજરાત (રાજકોટ)ના ધંધા ઉદ્યોગ, કારખાનો પુન: ધમધમતા થશે અને ધંધા-વેપારને પુન: વગે મળશે તેવું જણાવ્યુ છે. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને ‘આત્મનિર્ભર બનવાનો મંત્ર આપ્યો છે ત્યારે વૈશ્ર્વિક માર્કેટમાં ગુજરાતમાં સિંહફાળો રહ્યો છે તેને વધુ મજબુત કરવા માટે અને કોઇપણ ઉદ્યોગોમાં સ્વદેશી ચીજ-વસ્તુઓની નિકાસ વધારવા માટે માંગને પહોચી વળવા માટે ઉત્પાદન અનિવાર્ય છે.
શ્રમિકો અને મજુરો વગર આ ઉત્પાદન કાર્ય હાલ મંદ હોય, ખાસ કરીને રાજકોટ કે જે એન્જીનરીંગનું હબ ગણાય છે ત્યાં મજુરો શ્રમીકો વગર ઉત્પાદન કાર્ય સાવ ધીમી ગતીએ ચાલતુ હોય વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતિયો પુન: ગુજરાત આવી પોતાના કામે વળગેએ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સંકલન અને પરામર્શ કરી ત્વરીત પગલા લે એવી લાગણી સાથે લોઠડા, પીપલાણા અને પડવલા ઇન્ડસ્ટ્રીયલ એશોશીએશનના પ્રમુખ જયંતીલાલ સરધાર, ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઇ બાધલા અને ટે્રઝરર વિઠ્ઠલભાઇ બુસાએ કલેકટર તંત્રને લેખીત રજુઆત કરી છે.