ચુંટણી બિનહરીફ થાય તે માટે હંમેશા વિઠ્ઠલભાઈ રાદડીયાના પ્રયત્નો રહેતા
આરબીઆઇના કંટ્રોલથી ડિપોઝીટરોને ફાયદો, જે બેંકોને ખોટું કરવું છે તેને મુશ્કેલી
બેંક ડિરેક્ટર જયેશ રાદડીયાએ જણાવ્યા હતું કે સહકારી બેંકો આરબીઆઈ અને નાબાર્ડ ના દાયરાની અંદર હતી જ એનું કાયમી માટે લગામ હોઈ છે. આરબીઆઈ ના કંટ્રોલથી હું આનંદ અનુભવું છું કે જ્યારે ડિપોઝીટરો છે એની ડિપોઝીટ સેઈફ થાય છે. ડિપોઝીટરો પોતે સેઈફ થવાના છે .જે બેંકો એ ખોટું કરવું એને મુશ્કેલીઓ છે. આ બેંક તો એક જીલ્લા લેવલ ની બેંક છે. આખા ભારત દેશમાં સહકારી ક્ષેત્રે પહેલા નંબરની અને નામના ધરાવતી બેંક છે. નાબાર્ડ અને આરબીઆઈનું ઇન્સફેકશન આ બેંકની અંદર કાયમી થતું હોય છે.
૧૭ બેઠકો બિનહરીફ જ થશે
રાજકોટ ડિસ્ટ્રીક કો – ઓપરેટિવ બેંકની ચૂંટણી ૨૬ જુલાઈએ યોજાવાની છે ત્યારે બેંક ડિરેક્ટર જયેશભાઇ રાદડીયાએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું છે કે ૧૭ બેઠક બિનહરીફ થશે જ. ખેતી વિષયકની ૧૩ બેઠક , ૨ શરાફીની , ૧ ઇતર, ૧ રૂપાંતર મળી ૧૭ બેઠક રાજકોટ જીલ્લા સહકારી બેંકની બિનહરીફ થશે.
જિલ્લા બેંક પર ખેડૂતોને ભરોસો છે, વસુલાત ક્ષેત્રે નામના ધરાવતી બેંક
એન.પી.એ. ન થાય એ માટે વસુલાત પુરેપુરી આવે. લોકડાઉનની પરિસ્થિતિની અંદર પણ જે ધિરાણ ભરવાનો સમય હતો . નવી લોન કે સીસી અમે મંજુર કરી એમાં પણ ૯૯.૯૮ % ની ઉપર એટલે કે ૧૦૦ % જેટલી જ વસુલાત એક એક ખેડૂતોની આવી ગઈ એ આનંદની વાત છે અને બેંક ઉપરનો એક ભરોસો છે. આ બેંક વસુલાત ક્ષેત્રે નામના ધરાવતી બેંક છે. અમને ક્યારેય મુશ્કેલી પડી નથી. આરબીઆઇના દાયરામાં આવતી હોવાથી ડિપોઝીટરો સેઈફ થતા હોય છે એ ખૂબ સારી બાબત છે.
રાજકોટ જીલ્લા સહકારી બેંક ની આજે ચૂંટણી જાહેર થઈ છે .૧૭ બેઠકો માટે ૨૬ જુલાઈના રોજ આ ચૂંટણી યોજાવાની છે. બેંકના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ૧૭ બેઠક બિન હરીફ સાથે અમે જીતવાના છીએ. રાજકોટ જીલ્લા સહકારી બેન્કની અંદર ચૂંટણી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જીલ્લાનું સહકારી ક્ષેત્ર, આદરણીય વિઠલભાઈના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી જીલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું આગેવાનોએ સાથે મળી ને સંચાલન કર્યું છે. રાજકોટ જીલ્લા સહકારી બેન્ક હોઈ, જીલ્લા સંઘ હોઈ, ખરીદ વેચાણ સંઘ, તાલુકા સંઘ ગ્રામ્ય વિસ્તાર સુધીની નાનામાં નાની મંડળી સુધી ક્યાંય ચૂંટણી ન થાય ત્યાં સુધીના હરહમેંશા પ્રયત્ન હોઈ છે. કારણ કે સહકારી ક્ષેત્ર એ ખેડૂતોનું માળખું છે. ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે. જ્યાં ચૂંટણી ન થાય વિવાદ ન થાય ત્યાં કામ કરવાની પણ મજા આવતી હોય છે. આવનારા દિવસોમાં બિનહરીફ જાહેર કરીને આ સંસ્થા ખેડૂતો માટે કામ કરશે.
વિઠ્ઠલભાઈના અવસાન બાદ રાજકોટ જિલ્લાની બે મોટી સંસ્થાઓની ચૂંટણી બિનહરીફ થઈ
વિઠલભાઈના અવસાન પછી પણ રાજકોટ જીલ્લાની બે મોટી સંસ્થાઓ જીલ્લા લેવલની, જીલ્લા સંઘ અને રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પણ અમે સૌ આગેવાનો ના પ્રયત્નોથી બિનહરીફ ગઈ હતી માટે ચૂંટણી ન થાય તે માટે હરહંમેશ પ્રયત્ન હોઈ છે. એવી જ રીતે રાજકોટ જીલ્લા સહકારી બેંક ચૂંટણી પણ ૧૭ બેઠક બિનહરીફ કરી વિઠલભાઈ એ જે વારસો આપ્યો છે એમને જે રીતે આ સહકારી ક્ષેત્રનું સફળ રીતે નેતૃત્વ કર્યું છે એ જ રીતે આગળ આવનારા દિવસોમાં સફળરીતે નેતૃત્વ કરી ખેડૂતોનો ભરોસો કાયમી માટે મજબૂત રીતે જળવાઈ રહે તે માટે પ્રયત્ન રહેશે.