Table of Contents

rd burmanહિન્દી ફિલ્મ જગતમાં તેમનું નામ‘પંચમદા’થી વધુ જાણીતું છે: તીસરી મંજીલથી કારકિર્દી શરૂ કરનાર સંગીતકારે કેબરે,રોક,ડિસ્કો,ગઝલ,શાસ્ત્રીય સંગીત સભર ગીતો સાથે અનેક વૈવિધ્યસભર ગીતો આપ્યા

તેઓ એક સારાગાયક  પણ હતા તેનું  ઉદાહરણ ફિલ્મ ‘શોલે’નું  મહેબુબા મહેબુબા છે: 331  ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપીને ફિલ્મોને સફળ  બનાવી દીધી હતી ભારતીય સંગીત સાથે વેસ્ટર્ન મ્યુઝિકના ઉપયોગથી તેમના ગીતોએ   યુવા વર્ગને ઘેલુ કર્યું હતુ

નાનપણમાં આર.ડી. બર્મન જયારે રડતા ત્યારે સંગીતના નોટેશનના પાંમા નોટના સ્કેલ  મુજબનો રડવાનો અવાજ હોવાથી  તેમનું નામ ‘પંચમ’ પડયું હતુ: મુખ્ય સંગીતકાર બન્યા પહેલા પિતા સચિન દેવ બર્મનના સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હતા: હે અપના દિલ તો આવારા સોલવા સાલ ફિલ્મના ગીતમાં માઉથ ઓર્ગન વગાડીને સૌના દિલ જીતી લીધા હતા

રાહુલ દેવ બર્મન  હિન્દી લ્મિ જગતનાં ખ્યાતનામ  સંગીતકાર જે આપણે બધા પંચમદાના   નામથી ઓળખીયે છીએ.  બોલીવુડના  જાણીતા સંગીતકાર  એસ.ડી.બર્મનના તેઓપુત્ર હતા. તેમનો જન્મ 27 જૂન 1939ના રોજ કલકતામાં થયો હતો. આર.ડી.બર્મનને સંગીત વારસામાં   મળ્યું હતુ.  પીતા બોલીવુડના  જાણીતા સંગીતકાર હોવાથી તેમને   સંગીતકાર થવામાં વાર ન લાગીને પીતાના પગલે હિન્દી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપ્યું. તેમના સક્રિય વર્ષો  1961 થી  1994 રહ્યા. તેમનું અવસાન મુંબઈ     ખાતે  4 જાન્યુઆરી 1994માં માત્ર 54 વર્ષની ઉંમરે થયું હતુ. તેમના ઉપનામોમાં આર.ડી.  પંચમદા અને શહેનશાહે સંગીત હતા.

રાહુલદેવ  બર્મન સંગીતકાર, ગાયક, અભિનેતા અને   સારા સંગીત  એરેંજર હતા ભારતીય   ફિલ્મજગતમાં પીાના પગલેતેઓ પણ મહાન  સંગીતકાર બન્યા હતા  શોલેનું  ‘મહેબુબા  મહેબુબા’ ગીત બધાને યાદ હોય જ  જે આર.ડી.એ  ગાયું હતુ. બચપણના આર.ડી.   જયારે રડતા ત્યારે સંગીત નોટેશનના   પાંચમા નોટના સ્કેલ મુજબ રડવાનો અવાજ         હોવાથી તેનું નામ   પંચમ પડયું  હતુ.  અને જુદી જુદી પાંચ નોટેશનમાં રોઈ શકતા હતા અભિનેતા અશોકકુમારે તેને વારંવાર   પા નું ઉચ્ચારણ કરતા જોયાને નામ ‘પંચમ’  પાડયું.

આર.ડી.બર્મને પ્રારંભીક  શિક્ષણ પીતા પાસેથી શિખ્યું બાદમાં 1956માં ‘ફંટુશ’ ફિલ્મમાં એક ગીતમાં  પીતાએ   ધુન બનાવવાની તક આપી હતી. 1957માં પ્યાસા ફિલ્મમાં   સાઉન્ડટ્રેકમાં કામ કરવાની તક આપી મુંબઈમાં આર.ડી.   બર્મને અલીઅકબરખાન (સરોદ), સમતાપ્રસાદ (તબલા) સાથે   જાણીતા  સંગીતકાર  સલિલ ચૌધરીને ગુરૂ માન્યા હતા. આર.ડી.   બર્મને  પીતાના ફિલ્મોમાં  સહાયકના રૂપમાં  સેવા આપી હતી તે ઓરકેસ્ટ્રામાં હારમોનિયમ  વગાડતા હતા.  મુખ્ય સંગીતકાર બન્યા પહેલા ચલતી કા નામ ગાડી (1958), કાગઝ કે ફૂલ (1959), તેરે ઘર કે સામને (1963),   બંદીની (1963), જીદી (1964), ગાઈડ (1965), જેવી ફિલ્મોમાં સહાયક સંગીતકાર  તરીકે કામ કર્યું પોતાની હીટ રચના  ‘હે અપના દિલ તો આવારા’ સોલવાસાલ ફિલ્મમાં   માઉથ ઓર્ગન વગાડીને   સૌના દિલ જીતી લીધા હતા.

1959માં રાજ ફિલ્મમાં સંગીતકાર  તરીકે સાઈન કરી જોકે આ ફિલ્મ    કયારેય પુરી ન થઈ શકી બાદમાં 1961માં કોમેડીયન મહેમુદની  ફિલ્મ ‘છોટે નવાબ’માં પીતા વ્યસ્ત હોવાથી પોતાને તક મળી અને સંગીતકાર બની  ગયા બાદમાં મહેમુદની ભૂત બંગલા માં પણ આર.ડી. એ સંગીત આપ્યું હતુ આર.ડી.બર્મન ની સાચી પહેચાન 1966માં આવેલી  શમ્મીકપૂરની ફિલ્મ  તીસરી મંજીલથી   બોલીવુડને મળી ફિલ્મના  6 ગીતો જેમાં 4 યુગલ ગીતોમાં  રફી-આશાના શ્રેષ્ઠ ગીતો હતા પછીતો આશા ભોંસલે સાથે લગ્ન  પણ કર્યા હતા.

તીસરી મંજીલના સદાબહાર ગીતો માં નવી પેઢીનું સંગીત  પીરસ્યુ તે બાદમાં બહારો કેસપને, પ્યાર કા મૌસમ, યાદોકી બારત, જવેલ થીફ,  પ્રેમપુજારી જેવી હિટ ફિલ્મો આર.ડી.ના સંગીતથી ચાર ચાંદ લાગી ગયા હતા. તેમની પહેલી પત્ની રીટા પટેલ હતી. 1966માં લગ્નને 1971માં છૂટાછેડા થયા બાદ  1980માં વિખ્યાત   ગાયીકા આશા ભોસલે સાથે લગ્ન કર્યા   હતા. 1970ના નશકામાં  સુપરસ્ટાર રાજેશખન્ના-ગાયક કિશોરકુમાર અને આર.ઠી.બર્મનની જોડીએ  શ્રેષ્ઠ ફિલ્મો-ગીતો   બોલીવુડને  આપી તેમની લોકપ્રિયતા ટોચ ઉપર હતી.  કટીપતંગ,   આરાધના, હરેરામા હરે કૃષ્ણ, અમર પ્રેમ, બુઢામિલ ગયા, કારવા જેવી વિવિધ  હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું. આર.ડી.એ  આપણા સંગીત વાદ્યો સાથે   વેસ્ટર્ન મ્યુઝીક સાઝના ઉપયોગ   કરીને યુવા વર્ગને  ડોલાવતું સંગીત આપ્યું.

1972માં સીતા ઔર ગીતા, મેરેજીવન સાથી, રામપુરકા લક્ષ્મણ, બોમ્બેે ટુ ગોવા,  અપના દેશ, પરિચય,  યાદોકી બારાત, 1973માં  આપકી કસમ ને 1975માં બોલીવુડની  સૌથી સફળ   ફિલ્મ શોલેમાં, ચર્ચાસ્પદ ફિલ્મ આંધીમાં પણ આર.ડી.બર્મન છવાઈ ગયા હતા. અમુક મ્યુઝિકલ ફિલ્મ જેવીકે   હમ કીસીસે કમ નહી ફિલ્મ નાગીન કયા હુઆ તેરાવાદા, શ્રેષ્ઠગીતનો એવોર્ડ  મળ્યો હતો.  કસમે વાદે ઘર, ગોલમાલ, સનમ તેરી કસમ, જેવી ફિલ્મો આવી તેમને પહેલો   ફિલ્મ ફેર   1981માં  આવેલી ફિલ્મ     સનમ તેરી કસમ માટે  મળ્યો હતો.   આજ વર્ષે રોકી, સત્તે પે સત્તા અને  લવસ્ટોરી જેવી હિટફિલ્મોમાં સંગીત આપ્યું હતુ.

રાજેશ ખન્ના, કિશોરકુમાર અને આર.ડી. બર્મનની  ત્રિપુટીએ 32 હિટ ફિલ્મોમાં સાથે  કામ કર્યું હતુ.   1960થી 1990ના ત્રણ દશકામાં આર.ડી.   એ  331 ફિલ્મોમાં  સંગીત  આપીને રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે લતાજી પાસે પણ શ્રેષ્ઠ ગીતો   ગવડાવ્યા હતા.  1980 દશકાના અંતમાં બપ્પી  લહેરી અને   અન્ય સંગીતકારોની ડિસ્કો સંગીત રચનાઓ  આવવાથી   તેમને કામ મળતું ઓછું  થયું હતુ  છેલ્લે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિન્દા’માં સંગીત આપ્યું હતુ. જોકે તેના મૃત્યુબાદ રીલીઝ થનારી ફિલ્મ  1942એ લવસ્ટોરી ખૂબજ સફળ સંગીત  રહ્યું હતુ, જેમાં ફિલ્મ ફેર એવોર્ડ   પણ મળ્યો હતો.

બંગાળી પરંપરાના દુર્ગાપુજા માટે ગીતોની રચના કરીને મહત્વપૂર્ણ   યોગદાન  આર.ડી.એ આપેલ જોકે બાદમાંઆ ગીતો  ફિલ્મોમાં પણ આવ્યા હતા.   મેરી ભીગી ભીગી સી, ફિલ્મઅનામિકા,  કટીપતંગનું ગીત પ્યાર દિવાના હોતા હે અને આંધી ફિલ્મનું  તેરે બીના  જીંદગી સે કોઈ શિકવા નહી’  જેવા હિટ ગીતોથી  આર.ડી. બર્મન  સદૈવ અમર થઈ ગયા હતા.  પંચમદાને બોલીવુડ સંગીતમાં ક્રાંતિ લાવવાનું શ્રેય મળે છે.   તેમણે ડિસ્કો અને રોકને બંગાળી સંગીત સાથેમેળવીને  યુવા વર્ગને ગમતું સંગીત આપ્યું હતુ. આર.ડી. પશ્ર્ચિમી, લેટીન,  ઓરીએંટલ, અને  અરબી સંગીત થી ખૂબજ  પ્રભાવિત હતા. કુદરત ફિલ્મનું ગીત હમે તુમ્સે પ્યાર કિતના કિશોરકુમાર અને શાસ્ત્રીય સંસ્કરણ પરવિન  સુલ્તાના પાસેગવડાવીને હીટ કરી દીધું.

આર.ડી. બર્મન વિદેશી  ધૂનો ઉપરથી ઘણા  હિન્દી ફિલ્મીગીતો  બનાવ્યા હતા. શોેલે ફિલ્મના મહેબુબા મહેબુબા સાયપ્રસ  દેશનુંગીત કહો યુ લવમીની કોપી હતી પંચમદાએ 331 ફિલ્મો કરી  જેમાં 292  હિન્દી, 31  બંગાળી, 3 તેગુલુ અને તામિલ-ઉડિયાની   બે ફિલ્મો સાથે  1 મરાઠી ફિલ્મમાં સંગીત  આપ્યું હતુ. મરાઠીની પાંચ ટીવી ધારાવાહિકમાં પણ સંગીત આપ્યું હતુ. 2013માં તેના માનમાં સરકારે  ટપાલ ટીકીટ   પણ    બહાર પાડી હતી. 2016માં તેમના જન્મદિવસે  ગુગલે આર.ડી. બર્મનનું  ડડલ  બનાવીને  77માં જન્મદિવસની  શુભેચ્છા પાઠવીને શ્રધ્ધાંજલી  પાઠવી હતી.

રિધમ વગર પણ સુપરહિટ ગીતોની રચના

1974માં આવેલી  અજનબી’ ફિલ્મમાં ‘હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે’ ગીતમાં રીધમવગર ગાડીના અવાજ  અને સીટીનો ઉપયોગ કરીને   સુપરડપુર કર્યું. આવી જ  રીતે 1967માં ફિલ્મ ‘બહારો કે સપને’ માં  ‘આજા પિયા તોહે પ્યાર દું’ ગીતમાં  પણ રીધમ વગર માત્ર  વાંસળી અને  ગીટાર મુખડું પુરૂ થાય પછી   વાગે છે. ‘સોલ વા સાલ’ ફિલ્મમાં  માત્ર 19 વર્ષની વયે ગીત  ‘હૈ અપના દિલ તો આવારા’માં સુંદર માઉથ  ઓર્ગન વગાડીને સૌને મિં મુગ્ધ કર્યા હતા.

આર.ડી. બર્મનને  મળેલા એવોર્ડ

ફિલ્મ ફેર એવોર્ડ શ્રેષ્ઠ સંગીતકાર એવોર્ડ ફિલ્મ:  સનમ તેરી કસમ, માસુમ,  1942એ લવસ્ટોરી

એવોર્ડ માટે  નોમીનેશન થયેલ હિટ ફિલ્મો કારવા, યાદોકી બારાત,   આપકી કસમ,   ખેલ-ખેલ મેં,  શોલે,   મહેબુબા,   હમ કિસીસે કમ નહીં, કિનારા શાલીમાર, શાન,  લવસ્ટોરી, બેતાબ અને સાગર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

રસોડાના વાસણો અને કાચના ગ્લાસના અવાજનો ઉપયોગ !

ફિલ્મ ‘પડોશન’ના ગીત ‘મેરે  સામને વાલી  ખિડકી’મેંની સંગીત ધૂનમાં રસોડાના વિવિધ વાસણોનો ઉપયોગકરીને સુંદર ગીતની રચના આર.ડી.બર્મને કરી હતી. તીસરી મંજીલ ફિલ્મના એકકલબ સોંગપાર્ટીગીતમાં કાચના ગ્લાસ અને ચમચીના ઉપયોગથી સુંદર સંગીત ધ્વનિનો ગીતમાં ઉપયોગ  કર્યો હતો.  આર.ડી. બર્મન સંગીતમાં જુદા જુદા અખતરા કરીને કંઈક નવું કરવાનો શોખ  ધરાવતા  હોવાથી તેમના ગીતોમાં ગીટાર, માઉથ ઓર્ગન સાથે   વિદેશી સંગીત વાદ્યોનો   પ્રયોગ વધુ કરતા જોવા મળતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.