પાલીતાણા તાલુકાના રંડોળા ગામના સ્થાનિકોએ ગામમાં બનેલ આરસીસી કામમાં કેવો ભ્રષ્ટાચાર થયો છે તેને ખુલ્લો પાડ્યો હતો, ગામના બસસ્ટેન્ડ થી મઢડા રોડ સુધીના કનેક્ટેડ રોડ બનાવવાનો હતો આરસીસી પણ કેવો બન્યો તેતો આપ આ અહેવાલમાં જ જોઈ લ્યો. પાલીતાણા તાલુકામાં ઠેર ઠેર સરકારી કામોમાં લાખો કરોડોનો ભ્રષ્ટાચારઆચરવામાં આવી રહ્યો છે તેનો ખુલાસો હવે ખુદ જનતા કરી રહી છે, જનતા સોશ્યલ મીડિયા કે અન્ય મીડિયાના માધ્યમ થી આવા ગેરરીતી આચરીને કરવામાં આવેલ કામોને ખુલ્લા પાડી રહ્યા છે, હજુ બે દિવસ પહેલા જ જાગૃત નગરીક દ્વારા પાલીતાણા-સોનગઢ રોડ પર બનાવવામાં આવેલ પગદંડી માં થયેલ ભ્રષ્ટાચાર નો વિડીઓ વાયરલ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી
પાલીતાણા તાલુકાના રંડોળા ગામમાં હજુ બેક મહિના પહેલા ગામના બસસ્ટેન્ડ થી લઈ મઢડા રોડ સુધી આરસીસી રોડનું કામકાજ કરવામાં આવ્યું હતું, જો કે હવે આ આરસીસી રોડ છે કે ધૂળિયો રોડ તે તો આપ દ્રશ્યો પરથી નક્કી કરી જ શકો છો. દ્રશ્યો માં જે દેખાય છે તે બે મહિના પહેલા જ બનાવેલ આરસીસી રોડ છે, ભ્રષ્ટાચારમાં કોન્ટ્રકરો જાણે હરીફાઈ કરી રહ્યા હોય તેમ અહી તો RRC માંથી ઈ જ ગાયબ કરી દીધો, આમાં માત્ર રેતી જ વાપરવામાં આવી છે સિમેન્ટ તો ક્યાય દેખાતી નથી, રોડના બીલ પાસ કરનાર અધિકારીઓને આ કેમ નથી દેખાતું ? તેમજ પાલીતાણા ના ધારાસભ્ય ને પણ અનેકો વાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામા આવેલ છતા ધારાસભ્યએ પણ ગ્રામજનો ની વાત કાને ના લીધી ? જો કે હવે અધિકારીઓને આ દેખાવું હોય તો દેખાય પણ હવે લોકો જાગૃત થયા છે તે ચોક્કસ છે, કારણકે લોકો જ એકપછી એક એમ ભ્રષ્ટાચાર સામે લાવી રહ્યા છેમ અહિયાં પણ મીડિયાની ટીમને બોલાવી ને લોકોએ આ કામમાં થયેલ ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડ્યો છે તેમજ તંત્ર દ્વારા યોગ્ય પગલા નહીં લેવાઈ તો આંદોલન ની પણ ચીમકી ઉચારી છે