આરસીસી બેંકના પૂર્વ ચેરમેન અને જાણીતા દાતા કન્યા કેળવણીકાર
જયંતિભાઇ કુંડલીયાની આગવી સુઝબુઝના ધોરણોને આગળ વધારતા બેંકે સફળતાના શિખરો સર કર્યા છે: મનસુખભાઇ પટેલ (ચેરમેન)
આર.૦સી.સી. બેંકને ૧પ૦ થી ર૦૦ કરોડની ડિપોઝીટ કેટેગરીમાં બેંકો પુરષ્કાર–૨૦૧૮ મળેલ છે તે એક ગૌરવની બાબત છે: ડો. બીનાબેન કુંડલીયા (એમ.ડી.)
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી. આ પથદર્શક સ્વ. જયંતિભાઇ કુંડલીયાની પુણ્યતિથિની દર વર્ષે ગ્રાહક સેવા દિન તરીકે આરસીસી બેંક ઉજવણી કરે છે. તેના ભાગરુપે જયંતિભાઇની સાતમી પુણ્યતિથિ નીમીતે ગ્રાહક સેવા દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બેંક દ્વારા રાજકોટની પ્રથમ હરોળની હોટીલ પેટ્રીય સ્યુટસમાં તાજેતરમાં કરવામાં આવેલ જે કાર્યક્રમનું ઉદધાટન પૂ. જયંતિભાઇના પુત્ર સતીષભાઇ કુંડલીયા બેકના ચેરમેન મનસુખભાઇ પટેલ, એમ.ડી. બીનાબેન કુંડલીયા, સીઇઓ અને જનરલ મેનેજર ડો. પુરૂષોત્તમ પીપરીયા સહીતના મહાનુભાવોએ કરેલ.
બેંકના મેનેજીંગ ડીરેકટર ડો. બીનાબીન કુંડલીયાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવેલ કે, ભારત લેવલે સહકારી બેંકોને માર્ગદર્શન આપનાર, સાહિત્ય અને મેગેઝીન પ્રસિઘ્ધ કરનાર તેમજ સેમીનારનું આયોજન કરનાર એવીયેસ પબ્લીકેશન – બેંકો દ્વારા ભારતભરની સહકારી બેંકો પૈકી ઉત્કષ્ટ કામગીરી કરનાર બેંકોને એવોર્ડથી નવાજવાનું આયોજન કરે છે. જેમ સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં આપણી બેંકને ૧પ૦ થી ર૦૦ કરોડની ડિપોઝીટ ધરાવતી બેંકના સેગ્મેન્ટમાં હમણાં જ લોનાવાલા મુકામે કોટક બેંકના સીનીયર એકઝીકયુટીવ ટી.વી. સુધાકર સહીતના મહાનુભાવોના હાથે એવોર્ડ પ્રદાન કરવામાં આવેલ હતો તે આપણી બેંક માટે ગૌરવની વાત છે.
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર ડો. પુરૂષોતમ પીપરીયાએ જણાવેલ કે બેંકના પથદર્શક પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલીયાની ગ્રાહક સેવા અંગેના વિચારોને આગળ ધપાવતા ગ્રાહકોને વધુને વધુ સારી અને ઉત્તમ સેવા મળી રહે તે માટે બેંક હર હંમેશ પ્રયત્નશીલ રહે છે. કો. ઓપ. બુંકગ ઇસ્યુ ઓન્લી ના નામથી ડો. પીપળીયા નોલેજ શેરીંગ ગ્રુપ ચલાવે છે.
જે નોલેજ શેરીંગ ગ્રુપમાં ગુજરાતની કો-ઓપ.બેંક ના સીઇઓ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટ સમકક્ષના અધિકારીઓ, નિવૃત આરબીઆઇ ના અધિકારીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ સહીતના કો-ઓપરેટીવ બેંકીંગના તજજ્ઞો ના નોલેજ શેરીંગ ગ્રુપમાં ગ્રુપના મેમ્બર છે.
આ નોલેજ શેરીંગ ગ્રુપમાં આ અગાઉ જાહેરાત કરવામાં આવેલી કે એકટીવલી બેંક ઉપયોગી માહીતી, સાહિત્ય, વિચારો કે રજુ થયેલા પ્રશ્નોના ઉકેલો આ નોલેજ શેરીંગ ગ્રુપમાં રજુ કરે તેને બિરદાવી આરસીસી બેંક તરફથી એવોર્ડ અને પુરસ્કાર આપવાનું નકકી કરવામાં આવેલ અને જેના માટે ડો. પીપરીયા સહીત વિનોદ દદલાણી, ખોખરા, અને પ્રકાશ કપુર એક પસંદગી કમીટી બનાવેલ.
જેમાં જે.જે.શાહ કે જેઓ ગુજરાત રાજય સહકારી સંઘમાં ટ્રેનીંગ ડાયરેકટર અને સલાહકાર તરીકે જોડાયેલા છે. તેઓ આ નોલેજ શેરીંગ ગ્રુપમાં શહેરી સહકારી બેંકોના પ્રશ્ર્નો બાબતે ઉડાણપૂર્વક અભ્યાસ કરી વખતો વખત બેંકોને મુંજવતા પ્રશ્ર્નોનો ઉકેલ આપવામાં અગ્રેસર અને એકટીવ રહ્યા છે. આથી આજના કાર્યક્રમમાં આ એવોર્ડ અને રોકડ પુરસ્કાર જે.જે.ને આપવામાં આવેલ.
પૂ. જયંતિભાઇ કુંડલીયાને શબ્દો થીશ્રઘ્ધાંજલી અર્પણ કરવા ભકિત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાગરાગીણીમાં મહારત હાંસલ કરનાર એવા ડો. હેંમત જોષી સુરાવલીથી હાજર સર્વેને મંત્રમુગ્ધ કરી દીધેલ. ડો. હેમત જોષી સાથે તેજસભાઇ શીશાંગીયાએ પોતાના અવાજથી સર્વેને મંત્રમુગ્ધ કરી દીધેલ.
આ પ્રસંગે બેંકના બેંક ઓફ ડીરેકટર્સ તથા ગુજરાત ભરની બેંકના ચેરમેન મેનેજર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેરનલ કો.ઓપ. ફેડરેશન તથા ગુજરાત ફેડરેશનનાં ચેરમેન તેમજ રાજકોટ નાગરીક બેંકના પૂર્વ ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, દિકરાનું ઘરના મુખ્ય સંચાલક મુકેશભાઇ દોશી, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશન અને વેરાવળ પીપલ્સ બેંકના પ્રમુખ વિક્રમભાઇ તન્ના સહીત અને મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.