એવોર્ડ ફંકશન સાથે યોજાયેલી ટ્રેનીંગ પ્રોગ્રામમાં આરસીસી બેંકનાં સીઈઓ ડો. પુરૂષોતમ પીપરીયાએ પાર્ટીશીપેટસને આપ્યું માર્ગદર્શન
સરકારી ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું એવીયેસ્ટ પબ્લીકેશન બેંકો મેગેઝીન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ બેંકો પુરસ્કાર ૨૦૧૭ સમારંભ હૈદરાબાદ ખાતે યોજાયો હતો જેમાં ભારતભરની અર્બન બેંકમાં ૨૫૧ થી ૫૫૦ કરોડના મીકસ બીઝનેસ કેટેગરીમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો.ઓપ. બેંક લી. ની પસંદગી કરવામા આવી હતી તેમજ બેંકનાં તમામ પાસાઓનું મૂલ્યાંકન બેકીંગ ક્ષેત્રમાં તજજ્ઞો રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પૂર્વ આસી.જનરલ મેનેજર અવિનાશ જોષી, આસી. જનરલ મેનેજર વિવેક અહેસાસી, કલ્યાણી જનતા બેંકના સી.ઈ.ઓ, અતુલ ખીલવાડકર દ્વારા કરવામાં આવ્યું હતુ
તેમજ વિજેતા બેંકોને એવોર્ડસ તેલંગણા રાજયનાં ડે. ચીફ મીનીસ્ટર મહંમદ મહેબુબ અલી, આઈ.ડી.આર.બી.ટી. હૈદરાબાદમાં ડિરેકટર એ.એસ. રામશાસ્ત્રી, કો.ઓપરેટીવ અર્બન બેંક લી.નાં એ.પી. મહેતા નાફકબ ન્યુ દિલ્હીનાં ડિરેકટર રમેશ કુમાર બંગ દ્વારા આપવામાં આવ્યા હતા.
ઉપરાંત એવોર્ડ ચેસેરેમનીમાં એડવાન્સ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ જેમાં ફોડ પ્રિવેન્સન બાબતે તેલગણા રાજયનાં રચકોંડા જીલ્લાનાં કમી. ઓફ પોલીસ આઈ.પી. એસ. મહેશ ભાગવત, નેશનલ પેમેન્ટ કોર્પો. ઓફ ઈન્ડીયાના અનુપ નાયર, મનોજ યાદવ, શ્રીનીવાસ ભવ્ય મેડજ, સારસ્વત ઈન્ફોટેક લી.ના સી.ઈ.ઓ ડી.એમ. ચંદગડકર તથા ફાઈનાન્સીયલ સેકટરનાં તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતુ એવોર્ડસ બેંકનાં ચેરપર્સન ડો. બીનાબેન કુંડલીયા, સી.ઈ.ઓ અને જનરલક મેનેજર ડો. પુરૂષોતમ પીપરીયા અને ડે. જનરલ મેનેજર પ્રકાશ શેખાવલાને એનાયત કરવામાં આવ્યો હતો.