આ જીત સાથે બેંગ્લોરના ૧૨ પોઈન્ટ થઈ ગયા અને તેની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત બની.
આ વિજય સાથે કોહલીની સેના માટે પ્લે ઓફમાં એક વધુ આશા જીવંત બની.
ઈંઙક૧૧ની ૫૧મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૪ રને હરાવી દીધી. હાઈસ્કોરિંગ મેચમાં બેંગ્લોરે એબી ડિ વિલિયર્સ અને મોઈન અલીની શાનદાર અડધી સદીઓની મદદથી સનરાઈઝર્સને જીત માટે ૨૧૯ રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો જેની સાથે સનરાઈઝર્સ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૪ રન જ બનાવી શકી હતી.
જછઇં તરફથી વિલિયમ્સને ૮૧ અને મનીષ પાંડેએ ૬૨ રનની ઈનિંગ રમી હતી પણ તે ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ જીત સાથે બેંગ્લોરની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત થઈ છે.
અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેંગ્લોરને પ્રથમ બેટિંગ આપી હતી. પ્રથમ ઓવરમાં ઓપનર પાર્થિવ પટેલ (૧) અને પાંચમી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલી(૧૨)ની વિકેટ પડ્યા બાદ એબી ડિ વિલિયર્સ (૬૯) અને મોઈન અલી (૬૫) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી નોંધાઈ હતી. પાંચમા ક્રમે આવેલા કોલિન ડી ગ્રાન્ડહોમે ૧૭ બોલમાં ૪૦ અને સાતમા ક્રમના બેટ્સમેન સરફરાઝ ખાને ૮ બોલમાં ૨૨ રન બનાવતા છઈઇએ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટે ૨૧૮ રન બનાવ્યા હતા.
૨૧૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સની શરૂઆત જબરદસ્ત રહી હતી.
૪૭ રનના સ્કોરે શિખર ધવન (૧૮)ની વિકેટ પડ્યા બાદ એલેક્સ હેલ્સ (૩૭) પણ જલ્દી આઉટ થઈ ગયો હતો.
જોકે, કેપ્ટન કેન વિલિયમ્સન(૮૧) અને મનીષ પાંડે વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૩૫ રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી.
એક સમયે સનરાઈઝર્સ હાઈએસ્ટ રન ચેઝ કરીને ઈતિહાસ બનાવશે એવું લાગતું હતું પરંતુ છેલ્લી ઓવરના પ્રથમ બોલે જ કેન વિલિયમ્સન આઉટ થઈ જતા બેંગ્લોરે ૧૪ રને જીત મેળવી લીધી હતી. મનીષ પાંડે ૬૧ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. જોકે, તે ટીમને જીતાડી શક્યો નહોતો.
આ જીત સાથે બેંગ્લોરના ૧૨ પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત બની છે.
બીજી તરફ પહેલેથી જ પ્લેઑફમાં સ્થાન બનાવી ચૂકેલી જછઇંને આ હારથી વધારે નુકસાન થયું નથી પણ તેનું જીતનું મોમેન્ટમ જરૂરથી તૂટ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,