દિલ્હી કેપીટલ્સે 6 વિકેટે બેંગ્લોરને મ્હાત આપી
વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન અત્યંત રોમાંચક તબકામાં પહોંચી ગઈ છે. ત્યારે આ સીઝન બેંગ્લોર માટે નામોશી ભરી જોવા મળી હતી. અત્યાર સુધીમાં બેંગ્લોરની ટીમ દરેક મેચ હારી ચુકી છે અને ટીમ ઉપર ટુર્નામેન્ટની બહાર થઈ જવાનો ખતરો પણ ઉભો થયો છે. વુમન્સ પ્રીમિયર લીગમાં બેંગ્લોર અને દિલ્હી વચ્ચેના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 6 વિકેટે હરાવી ડબલ્યુપીએલમાં ચોથી જીત હાંસલ કરી હતી.
મેચ જીતવા માટે 151 રનના ટાર્ગેટને દિલ્હીએ અંતિમ ઓવરમાં ચેઝ કર્યો હતો. દિલ્હી તરફથી એલિસ કેપ્સીએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા જ્યારે જેમિમાહ રોડ્રિગ્સ અને મેરિઝાન કેપે 32-32 રન બનાવ્યા હતા. આ પહેલા આરસીબીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. બેંગ્લોરની આ સતત પાંચમી હાર છે.
ડબલ્યુપીએલના પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ચાર મેચમાં ચાર જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે જ્યારે ચાર મેચમાં ત્રણ જીત અને એક હાર સાથે દિલ્હી કેપિટલ્સની બીજા સ્થાને છે. યુપી વોરિયર્સ બે જીત અને બે હાર સાથે ત્રીજા ક્રમે જ્યારે એક જીત અને ત્રણ હાર સાથે ગુજરાત ચોથા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત સૌથી ખરાબ છે અને ચાર મેચમાં ચાર હાર સાથે ટીમ છેલ્લા એટલે કે પાંચમાં ક્રમે છે.