ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી કલકત્તાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સીઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે. કુલ 10 ટીમો માંથી કેટલીક ટીમો લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે કેટલીક હજુ પણ સંઘર્ષ કરી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સ વચ્ચે જે મેચ રમાયો હતો તેમાં રાજસ્થાનનો 112 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશાને પણ ઝટકો લાગ્યો છે. પહેલા બેટિંગ કરતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 59 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 6 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 147 રન બનાવીને જીત મેળવી હતી. ચેન્નાઈ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. કોલકાતા માટે કેપ્ટન નીતિશ રાણાએ 57 અને રિંકુ સિંહે 54 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી હતી. ચેન્નાઈ તરફથી દીપક ચહરે ત્રણ વિકેટ ઝડપી હતી.
પોઇન્ટટેબલમાં ચોથા ક્રમ ઉપર પહોંચવા માટે ત્રણથી વધુ ટીમો મહેનત કરી રહી છે અને બાકી રહેતા હવે એક કે બે મેચ જ ટીમોનું ભાવી નક્કી કરશે કે તેઓ પ્લે ઓફમાં પહોંચશે કે કેમ પરિણામે ઇન્ડિયન પ્રીમિયર લીગની આ એક માત્ર એવી સિઝન હશે કે જેમાં પ્લે ઓફ માં પહોંચવા માટે મહેનત કરી રહી છે.