આઈપીએલ-૧૧માં સૌથી મોટા નિર્ણય પૈકી એક આરબીસી દ્વારા ક્રિસ ગેલને રિટેન ન કરવાનો હતો. તે પછી આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા ગેલને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેશે પરંતુ તેને ખરીદ્યો નહોતો. અંતિમ સમયે ગેલને પંજાબે ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે. આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે.

ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુ:ખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે. જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. આરસીબીએ લિલામી પહેલાં ફોન કરી રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ રિટેન કરવાનો સમય જતો રહ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નથી. આ દરમિયાન આરસીબી મેનેજમેન્ટનો પણ કોઈ ફોન આવ્યો નહોતો. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.