પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ૧૧.૩૧ કરોડના ખર્ચે શહેરના ૧૯૯ રસ્તાઓનું નવીનીકરણ થશે
૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો આરંભ થઈ ચૂકયો છે. ઉજવણીના ભાગરૂપે લોકોને વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપવામાં આવી રહી છે. કૃષિ,ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગોંડલવાસીઓને રૂ૧૩૭૩ લાખના વિકાસ કામોની ભેટ આપી હતી.
મંત્રી આર.સી. ફળદુએ ગોંડલવાસીઓને સરકારના વિવિધ વિભાગોના કુલરૂ૧૩૭૭.૯૫ લાખના વિકાસના પ્રકલ્પોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ ગોંડલના સરભાગવતસીંહજી ટાઉનહોલ, માંડવી ચોક ખાતે યોજાયો હતો. મંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ૧૧૩૧ લાખના ખર્ચે શહરેમાં ૧૯૯ રસ્તાઓ નવીનીકરણ અને મજબૂતીકરણ પામશે. તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકનારૂ૨૬૦ લાખના કામો, શહેરના હાર્દસમા વિસ્તારમાં .૫૨ લાખના ખર્ચે સર ભગવતસીંહજી ગાર્ડન,તાલુકા પંચાયત ગોંડલ હસ્તકના ૧૦ કામો રૂ૩૧ લાખના અને રૂ૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગોંડલ તાલુકાની વોરાકોટડા નવી પંચાયત કચેરીના કામોની ભેટ ધરી હતી.
મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, અમારી સરકાર શેહેરોની કાયાકલ્પ કરીને જનસુખાકારી માટે કટીબદ્ધ છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીએ જનહિતલક્ષી નિર્ણયો લઈ નાગરિકોને વિકાસ કરવાની ઉડાન આપી છે. આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસીંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોક પીપરિયા, ગોંડલ સ્ટેટના મહારાજા જયોતીન્દ્રસીંહજી જાડેજા, ચેરમેન ભૂપતભાઈ ડાભી, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, જાડેજા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઈસ ચેરમેન કનકસીંહ જાડેજા, પ્રાદેશિક કમિશ્નર સ્તુતી ચારણ, અગ્રણી ભગવાનજીભાઈ રામાણી,ચંદુભાઈ દુધાત્રા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.