એસએલઆર ૦.૫૦ બેસીસ પોઇન્ટ ઘટાડી ૨૦ ટકા કરાયો: નવો દર ૨૪મી જૂનથી લાગુ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે ત્રિમાસિક ધીરાણ નીતિની જાહેરાત કરી છે. જેમાં વ્યાજના દરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. રેપોરેટ ૬.૨૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે એસએલઆરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરાયો છે. નવો દર આગામી ૨૪મી જૂનથી લાગુ કરવામાં આવશે.
આરબીઆઇ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી નવી ધીરાણ નીતિમાં રેપો રેટ ૬.૨૫ ટકા, રીવર્સ રેપોરેટ ૬ ટકા જ્યારે સીઆરઆર ૪ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. જેનાથી હોમલોન સસ્તી થશે તેવી લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. આજે જાહેર કરવામાં આવેલી ધીરાણ નીતિમાં એસએલઆરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવો એસએલઆર ૨૦ ટકા જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઇની હવે પછીની ધીરાણ નીતિ ૧ અથવા ૨ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.