કેન્દ્ર સરકાર સાથેની ખેંચતાણ ભરી સ્થિતિ વચ્ચે આગામી ૧૯ નવેમ્બરે આરબીઆઇના બોર્ડ ઓફ ડાયરેકટરની બેઠક: એજન્ડા વિરુઘ્ધના મુદ્દાઓ પર હોબાળાની શકયતા

છેલ્લા ઘણા સમયથી રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ વચ્ચે આગામી ૧૯મી નવેમ્બરે આરબીઆઇના નિર્દેશક બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. જેમાં તરલતા અને સરપ્લસ રીઝર્વ સહીતના ઘણા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે જેના પર સૌ કોઇની મીટ છે કારણ કે, આ મુદ્દાઓને લઇ કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે.

નાણા મંત્રાલયે રીઝર્વબેંક અધિનિયમની કલમ-૭ અંતર્ગત ચર્ચા કરતા બેંક અને કેન્દ્ર વચ્ચે ટકરાવની પરિસ્થિતિ ઉભી થઇ છે. આ કલમ-૭ અંતર્ગત સરકારને એ વિશેષ અધિકાર મળે છે કે તે કોઇપણ મુદ્દા પર રીઝર્વ બેન્કના ગવર્નરને નિર્દેશ ચાલી શકે છે. અને એ સાબીત કરે છે કે આરબીઆઇ માત્ર કેન્દ્ર સરકાર માટે સલાહકારનું કામ કરે છે નિર્ણયો લેવાનું નહી.

નાણા મંત્રાલયના આ નિવેદનથી રીઝર્વ બેન્કના ગવર્નરમાં નારાજગી પ્રવર્તિ છે. અને કેન્દ્ર સામે વિરોધ દાખવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે, આગામી આરબીઆઇ બોર્ડ બેઠકમાં શું ચર્ચા થશે અને આરબીઆઇ તેમજ સરકાર વચ્ચે ચાલતો આવતો કલહ ખત્મ થશે કે કેમ? તે પણ પ્રશ્નો ઉઠયા છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇ બોર્ડની બેઠક પૂર્વ નિર્ધારિત હોય છે અને બેઠકમાં એજન્ડા પણ અગાઉથી જ નકકી કરેલા હોય છે. પરંતુ કેન્દ્ર સાથેની ખેંચતાણ ને લઇ આ બેઠકમાં એજન્ડા વિરુઘ્ધનો હંગામો વ્યાપ તેવી પણ શકયતા છે. રીઝર્વ બેંકને મહંદ અંશે સ્વતંત્રતા મળે અને ગવર્નમેન્ટ નોમીની ડાયરેકટર તેમજ આરબીઆઇના કેપીટલ માળખામાં ફેરફારને લઇને પણ ઉગ્ર ચર્ચા થાય તેવી ધારણા છે આ ઉપરાંત તરલતા વધારવા, એનએસઇ અને એનબીએફસી કર્જ વિતરણ વધારવાના ઉપાયો  વિશે પણ ચર્ચા વિચારણા થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.