નોટબંદી બાદ મોદી સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. હવેથી RBI 2 હજારની એકપણ નવી નોટો બહાર પાડી શકાશે નહી. બજારમાં હાલ જેટલી નોટો છે તે માન્ય ગણાશે.
રિઝર્વ બેંક અનુસાર, 23 મે, 2023 થી, કોઈપણ બેંકમાં એક સમયે 2000 રૂપિયાની નોટો અન્ય મૂલ્યોની નોટો માટે બદલી શકાય છે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા છે.
વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર નથી આવી રહી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.