આરબીઆઈએ 500 રૂપિયાના નોટની નવી સીરીઝ વાળી ચલણી નોટ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. નવી ચલણી નોટ નોટબંધી પછીની જાહેર થયેલી 500 રૂપિયાની નોટ કરતાં ઇનસેટ લેટર કરતાં અલગ છે. આ પહેલા આરબીઆઇએ નોટબંધી પછી દેશમાં નવી સીરીઝની 500ની અને 1000 રૂપિયાની ચલણી નોટ જાહેર કરી હતી. એ સમયે નવી સીરીઝની ચલણી નોટના નંબર પૈનલમાં અંગ્રેજી અક્ષર “E” છાપાયું હતું. હવે આરબીઆઇએ 500 રૂપિયાની નવી સિરીઝ અંગ્રેજી અક્ષર “A” સાથે જાહેર થવા જઈ રહી છે. આ નોટમાં આરબીઆઇ ગર્વનર ઊર્જિત પટેલના હસ્તાક્ષર સાથે ઈયર ઓફ પ્રિંટિંગ 2017 હશે. તો બીજી નવી ખાસ વાત એ છે કે આમાં બીજી બાજુ સ્વચ્છ ભારતનો લોગો પ્રિન્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 8 નવેમ્બરે નોટબંધીની ઘોષણા કરી હતી અને 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને રદ્દ કરી દીધી હતી. આ રીતે બજારમાં પડેલી લગભગ 87 ટકા રોકડ ચલણથી બહાર થઈ ગઈ હતી. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર બી પી કાનૂનગોએ આ સાથે જ કહ્યું કે વ્યવહારમાં ચલણી નોટ ઓછી છે તેમ કહવું ખોટું છે. જ્યારે તેને સ્વીકાર્યું કે કેટલાક વિસ્તારોમાં ચલણમાં ઘટાડો થઈ શકે છે. પણ આરબીઆઇ નિયમિત રીતે દેખરેખ રાખે છે અને ચલણ ઉપલબ્ધ થઈ એ માટે પ્રયાપ્ત બંદોબસ્ત કર્યો છે.
Trending
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ
- આ તારીખના રોજ રીલીઝ થશે ‘કેસરી વીર’
- ઉનાળામાં ફ્રિજનું તાપમાન કેટલું હોવું જોઈએ.?