વ્યાજદરમાં ઘટાડો થતાં માર્કેટ બનશે ટનાટન!

મોદી સરકાર બનવાનાં સંકેતો મળતા જ વિદેશી રોકાણકારોએ રૂ. ૮૫ હજાર કરોડ ઠાલવ્યા હતા!!

ભારતનાં અર્થતંત્રને વધુ મજબુત કરવા માટે ભારત સરકાર અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કયા પ્રકારનાં પગલા લેવા તે અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. ભારત દેશનાં જીડીપી વિશે જો માહિતી લેવામાં આવે તો ગત ૫ વર્ષમાં સૌથી ઓછો જીડીપી રેસીયો આ વર્ષનો રહ્યો છે તે ખુબ જ દુ:ખદ બાબત ગણી શકાય અને ઓછો રેસીયો રહેવાનાં કારણે દેશની આર્થિક સ્થિતિ ઉપર ઘણી ખરી અસર જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં ભારતનું અર્થતંત્ર વધુ મજબુત બને તે માટે તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

દેશનાં અર્થતંત્રને વધુ મજબુત કરવા માટે હાલ આરબીઆઈ ૩૫ બેઈઝ પોઈન્ટનો ઘટાડો કરશે જેનાથી વ્યાજદરમાં પણ ઘટાડો જોવા મળશે જેથી માર્કેટમાં તરલતા વધતાં દેશની આર્થિક સ્થિતિ ખુબ જ મજબુત બને તેવા ચિહનો સામે આવી રહ્યા છે. આ તકે આરબીઆઈનાં ગર્વનર શકિતકાંતદાસ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, આરબીઆઈ ૩૫ પોઈન્ટનો ઘટાડો કરશે. આ નિર્ણય મોનેટરી પોલીસીની રીવ્યુ મીટીંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા જે દરમાં ઘટાડો કરવાની વાત કરવામાં આવી રહી છે તેનાથી સેન્સેકસ ૪૦,૦૦૦ પોઈન્ટનાં ઉચ્ચ શિખરે પહોંચશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

માર્કેટમાં ઉછાળો પણ જોવા મળ્યો હતો જયારથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની આર્થિક સ્થિતિને વધુ મજબુત કરવા માટે જે પગલા લેવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અનુસંધાને ૬ જુનનાં રોજ મળનારી મોનીટરી પોલીસીની બેઠકમાં ૫૦ બેઈઝીક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આરબીઆઈ દ્વારા નિયમિત અંતરાળ પર બે વખત ૨૫ પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો જેનાં કારણે ફુગાવાનાં પ્રમાણમાં પણ થોડો ઘટાડો થતાં દેશની આર્થિક સ્થિતિમાં મહદઅંશે સુધારો જોવા મળ્યો હતો. ભારતનું અર્થતંત્ર ૧૮માં ત્રિમાસિકમાં નીચું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને નાણાકીય વર્ષ ૧૮-૧૯માં દેશનો જીડીપી દર ૬.૮ ટકા રહ્યો હતો તેનું કારણ રેપોરેટમાં વધારો પણ માનવામાં આવી રહ્યો છે.

આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ઘટાડો થતાની સાથે જ રીયલ એસ્ટેટ ક્ષેત્ર સહિતનાં તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળશે ત્યારે દેશ પોતાનાં અર્થતંત્રને અન્ય વિકસિત દેશોનાં અર્થતંત્રની તુલનામાં વધુને વધુ વિકાસ કરે તે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ એ વાતે જોર પકડયું હતું કે, આગામી દિવસોમાં વ્યાજદરમાં ઘટાડો જોવા મળશે જેને ચરિતાર્થ કરવા માટે આરબીઆઈ ૬ જુનનાં રોજ ૫૦ ટકા જેટલાં બેઈઝીક પોઈન્ટમાં ઘટાડો કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

વધુમાં શકિતકાંત દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરબીઆઈ દરનાં મુલ્યાંકનમાં વધુ અનુકુળ રહેશે. જો આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૨૦માં દેશની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ફાયનાન્સીયલ સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફેબ્રુઆરી બાદ જે કોઈ મોનીટરી પોલીસીનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાં દરમાં આરબીઆઈ પહેલેથી જ ઘટાડો કરી રહ્યું છે. વ્યાજદરમાં ઘટાડો તથા ફુગાવામાં પણ ઘટાડો જોવા મળશે એટલે અંતમાં કહી શકાય કે બજારમાં વ્યાજદર ઘટતાની સાથે જ અનેકવિધ ક્ષેત્રો જેવા કે રીયલ એસ્ટેટ, બેન્કિંગ ક્ષેત્ર અને એ તમામ ક્ષેત્રો જેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબુત થતી હોય તે તમામને એક નવો જ વેગ મળશે અને દેશનું અર્થતંત્ર જે નિમ્ન ગતિએ આગળ વધી રહ્યું છે તેને પણ પુરજોશમાં આગળ વધારવામાં આવશે જેના માટે આરબીઆઈની જે પોલીસી બની રહી છે તે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

૨૦મી મેથી ૩ જૂન સુધીમાં વિદેશી ખરીદનારાએ ધૂમ ખરીદી કરી

નરેન્દ્રમોદી બીજી વખત વડાપ્રધાનપદ પર સુશોભિત થતાની સાથે જ વિદેશી રોકાણકારો માટે ભારતીય બજાર ખુબ જ ઉપયોગી માનવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી ભારતનાં વડાપ્રધાન ઘોષિત થતાની સાથે જ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને આશરે ૮૫ હજાર કરોડ ‚પિયા ૨૦મી મેથી ૩ જુન સુધી બજારમાં ઠાલવવામાં આવ્યા હતા. એકઝીટપોલ બહાર પડતાની સાથે જ વિદેશી રોકાણકારોએ ૨૧ મેનાં રોજ ૭૫૨૧ કરોડ રૂપિયાની

ખરીદી કરી હતી અને રીઝલ્ટ ડિકલેર થતા પહેલા ખરીદી ૮૨૮૮ કરોડને પાર પહોંચી હતી. ૨૪ મેની વાત કરવામાં આવે તો વિદેશી રોકાણકારોએ ૬૦૨૭ કરોડની ઈકવીટી તથા વિદેશી ખરીદી ૩૦ મે સુધીમાં ૭૫૫૨ કરોડે પહોંચ્યું હતું એટલે કહી શકાય કે મોદી સરકાર બનવાનાં સંકેતો મળતા જ વિદેશી રોકાણકારોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આશરે ૮૫ હજાર કરોડ રૂપિયા બજારમાં ઠલવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.