પૈસા બોલતા હૈ…

વ્યાજદર તળીયે!: બેંકોએ નાણાંના થેલા કર્યા ઢીલા!

અર્થતંત્રની નાદુરસ્ત પરિસ્થિતિના કારણે સરકાર ચિંતામાં મુકાઈ છે. આવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લીધો છે. આખા વર્ષ દરમિયાન સરકાર આ છઠ્ઠી વખત વ્યાજદર ઘટાડવા જઈ રહી છે. જેનાથી વ્યાજના દર તળીયે પહોંચશે. બેંકો વ્યાજદર ઘટતા લોન આપવા માટે તત્પર બની છે અને નાણાના થેલા ઢીલા કર્યા હોવાનું જાણવા મળે છે.

વ્યાજદરમાં ફેરફાર કરવા મામલે આરબીઆઈ વિશ્વની સૌથી એગ્રેસીવ બેન્ક બની ચૂકી છે. આરબીઆઈએ વ્યાજદરમાં ૧૩૫ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી ૫.૧૩ ટકા કર્યો છે. છતાં પણ ઈન્ફલેશનનું પ્રમાણ સતત નીચુ રહ્યું છે. પરિણામે આગામી સમયમાં વધુ એગ્રેસીવ પગલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લેવા જઈ રહી છે. એક વર્ષ પહેલા એપ્રીલથી જૂનના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં ૫ ટકાનો વધારો થયો હતો. જો કે, ૨૦૧૩ની સરખામણીએ અર્થતંત્રમાં સુધારાની ઝડપ સૌથી ઓછી રહી છે. આગામી સમયમાં આ ઝડપ ઘટીને ૪.૭ ટકાએ પહોંચી જશે તેવું અર્થશાસ્ત્રીનું માનવું છે.

એક જાણીતી આર્થિક સંસ્થા દ્વારા થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ અર્થતંત્રનો વિકાસ ૫.૬ ટકાની ગતિથી ઓછો રહેશે તેવું ધારણા વ્યકત થઈ હતી. ૨૦૧૨ બાદ સતત છઠ્ઠા કવાર્ટરમાં પણ વિકાસમાં ગાબડુ પડયું હતું. મે મહિનામાં આ ગાબડુ ઉંડુ થઈ ચૂકયું હતું. આ મામલે જાણીતા અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાએ કહ્યું હતું કે, આગામી વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય અર્થતંત્ર ઉપર સીમીત અસર પાડશે. હાલ નાણા ધિરાણ મામલે પરિસ્થિતિ મુશ્કેલ નથી. જો કે, અર્થતંત્રમાં ફ્રેશ ઈન્વેસ્ટમેન્ટ વધુ જરૂરી છે. અલબત માર્જીનને વધારવા માટે વ્યાજદર ઘટાડવાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો નિર્ણય લાંબા સમય માટે મહત્વનો બની રહેશે. ઈન્વેસ્ટમેન્ટ સાયકલને જાળવવા માટે માર્જીનની જરૂર છે. જે વ્યાજદર ઘટાડાથી મળી રહેશે.

7537d2f3 3

તાજેતરમાં થયેલા વિવિધ સર્વે પરી જણાય આવે છે કે, ભારતીય અર્થતંત્રમાં સુધારો નજીકના સમયમાં આવશે નહીં. આરબીઆઈ આગામી રેપોરેટ ૨૫ બેઝીસ પોઈન્ટી ઘટાડશે અને તે ૪.૯૦ ટકાએ પહોંચશે. આગામી ડિસેમ્બર મહિનામાં આ મીટીંગ મળશે. જેમાં દેશના ૭૦થી વધુ અર્થશાસ્ત્રીઓ ઉપસ્થિત રહેશે. અગાઉ ૨૦ વર્ષ પહેલા આવી રીતે આરબીઆઈએ સતત રેપોરેટ કટ કર્યો હતો. ધિરાણના દર નીચે જશે તો અર્થતંત્રને તાત્કાલીક અસર થશે નહીં. પરંતુ લાંબા ગાળે અન્ય વિકસીત દેશોની જેમ ભારતનું અર્થતંત્ર ધિરાણ દરમાં ઘટાડો લાવી શકશે.

અહીં નોંધનીય છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરવા જઈ રહી છે. આ ઘટાડો સતત છઠ્ઠી વખતનો રહેશે. ઘટાડાના પરિણામે ધીરાણ દરમાં ફેરફાર થશે. જેનાથી લોન સસ્તી થશે. વાહન લોન વધુ સસ્તી થશે. આ ઉપરાંત હોમલોનના વ્યાજદરમાં પણ મસમોટો ફર્ક જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયના કારણે બેંકો બજારમાં ઓછા વ્યાજે વધુને વધુ નાણા ઠાલવશે. જેના સારા પરિણામો અર્થતંત્રને મળે તેવી ધારણા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.