આરબીઆઈએ એ પણ કહ્યું કે, નવી નોટ ઈસ્યુ થયા બાદ પણ જૂની નોટ ચલણમાં રહેશે
રિઝર્વ બેન્ક નવા કલરમાં 20 રૂપિયાની નવી નોટ લાવવા જઈ રહી છે. શુક્રવારે આરબીઆઈએ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરબીઆઈએ તેમાં નોટના કલર્સ સિવાય તમામ ફિચર્સ વિશે જણાવ્યું છે. આ નોટમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.
1.નવી 20 રૂપિયાની નોટની પાછળ દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઈલોરાની ગુફાનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
2.મહાત્મા ગાંધીની નવી સિરિઝની આ નોટનો રંગ હરેપનની સાથે પીળો હશે.
3.નવી 20 રૂપિયાની નોટની આગળના ભાગમાં વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે.
- નોટનું મુલ્ય હિંદી અને અંગ્રેજી અક્ષરમાં લખેલું હશે. RBI, ભારત, India અને 20 માઈક્રો લેટર્સના રૂપમાં હશે.
5.સુરક્ષા પટ્ટીપર ભારત અને આરબીઆઈ લખેલું હશે.
6.નોટની જમણી તરફ અશોક સ્તંભ હશે.
7.નોટનો નંબર ડાબાથી જમણી તરફ વધતા આકારમાં છપાયેલો હશે.
8.નોટના પાછળના ભાગમાં વર્ષ, સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી હશે.
9.નોટના પાછળના હિસ્સા પર ઈલોરાની ગુફાનું ચિત્ર ભારતની સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે.
10.નોટ 63 મિલીમીટર પહોંળી અને 129 મિલીમીટર લાંબી હશે.
11.નોટના આગળના ભાગ પર ગેરન્ટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, આરબીઆઈનું પ્રતિક ચિહ્ન મહાત્મા ગાંધીની તસ્વીરની જમણી બાજુએ હશે.