રાજકોટ નાગરિક સહકારી બેંકના ચર્ચિત કૌભાંડમાં આરબીઆઈની ટીમે તપાસમાં ઝુકાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. રિઝર્વ બેંકની ટીમ તપાસ અર્થે રાજકોટ આવી હોય તેવા અહેવાલો વહેતા થતાં મીડિયાકર્મીઓ નાગરિક બેંકની વળી કચેરીએ દોડી ગયાં હતા પરંતુ નાગરિક બેંકના પીઆરઓએ આવી કોઈ ટીમ આવ્યાના અહેવાલો ફગાવી દીધા હતા પરંતુ બેંકના ત્રીજા માળે જતાં મીડિયાકર્મીઓણે અટકાવી દેવાયા હતા જે કશુંક ’છુપાવી’ રહ્યાનો સંકેત હોય તેવું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ નાગરિક સહકારી બેંકે પાટણની 18.45 કરોડના ધિરાણમાં નિયમિત હપ્તા ણ ભરાતા જુન 2019માં ખાતા એનપીએ જાહેર કરીને સરફેસી એક્ટ 2002 હેઠળ મિલ્કતનો કબ્જો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આગ નહોતી લાગી તો ધુમાડો શા માટે?
આરબીઆઈના અધિકારીઓ તપાસ અર્થે આવ્યાની માહિતીથી મીડિયાકર્મીઓમાં દોડધામ : ત્રીજા માળે પ્રવેશબંધી
જે બાદ પાટણ વહીવટી તંત્રે ચાર મિલ્કતનો કબ્જો મેળવી મિલ્કત વેચાણની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં અમુક ચોક્કસ રાશિના લોકોએ રૂ. 18 કરોડની કિંમતની મિલ્કત ફકત રૂ. 3.50 કરોડમાં વેંચી માર્યાના અહેવાલો સામે આવ્યા હતા.
જે મામલે સીઆઈડી ક્રાઇમ સહીતની મહત્વની તપાસ એજન્સીઓને અરજી પણ કરવામાં આવી હતી. જે બાદ સીઆઈડી ક્રાઇમે સમગ્ર મામલે તપાસમાં ઝુંકાવી બે હોદેદારોને સમન્સ પણ ઇસ્યુ કર્યાનો અહેવાલ સામે આવ્યો હતો. જે બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તપાસ માટે રાજકોટ દોડી આવ્યા હોય તેવા અહેવાલો સામે આવતા મીડિયાકર્મીઓ નાગરિક બેંકની મુખ્ય કચેરી ખાતે દોડી ગયાં હતા.જ્યાં નાગરિક બેંકના પીઆરઓ અલ્પેશ મહેતાએ આવી કોઈ તપાસ કે કાર્યવાહી નહિ ચાલતી હોવાની સ્પષ્ટતા કરી હતી.
જો કે, ઉલ્લેખનીય બાબત છે કે, નાગરિક બેંકના ત્રીજા માળે આવેલી ચેરમેનની કચેરીમાં જતાં મીડિયાકર્મીઓને પ્રવેશબંદી કરી દેવામાં આવી હતી. જ્યાં તપાસ ચાલી રહ્યાના અહેવાલ મળ્યા હતા ત્યાં જ પ્રવેશબંદીના નિર્ણયથી કંઈક રંધાઈ રહ્યાની ચોક્કસ ગંધ આવી હતી.મીડિયાકર્મીઓએ સતત અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો પણ પીઆરઓ અલ્પેશ મહેતાએ અંદર જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. અંદર શા માટે પ્રવેશ નથી અપાતો? તે પ્રશ્નના જવાબમાં અમારી કામગીરીની કલાકો વચ્ચે ખલેલ પહોંચે એટલા માટે અંદર પ્રવેશ નહિ આપી શકાય તેવા વાક્યનું વારંવાર રટણ કર્યું હતું.
હવે આ તમામ ઘટના વચ્ચે સૂત્રો તરફથી એવી માહિતી પણ મળી રહી છે બેંકમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં કંઈક મોટું બનવા જઈ રહ્યું છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જો કે, હવે શું વાસ્તવિકતા છે તે નો જવાબ આગળના સમયમાં જ મળશે.
બેંકમાં કોઈ પણ પ્રકારની તપાસ ચાલી નથી રહી : પીઆરઓ
અબતક સાથેની વાતચીતમાં નાગરિક બેંકના પી.આર.ઓ. અલ્પેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આજરોજ બેંકમાં કોઈપણ પ્રકારની તપાસ આવેલી નથી તથા કોઈ કોઈપણ વ્યક્તિ બહારથી તપાસમાં આવ્યું નથી. બેંકની આ હેડ ઓફિસ છે અને રૂટીન કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. પાટણના ખાતેદારની રિકવરીની કાર્યવાહી થઈ છે જેને લઇ તેને પ્રેશર ઉભું કરવા માટે આ કાવતરું રચ્યું છે અને રિકવરીની અખબારમાં તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે. જો કે, મીડિયાકર્મીઓને ત્રીજા માળે ચેરમેનની ચેમ્બરમાં કેમ પ્રવેશ નથી અપાઈ રહ્યો તેના જવાબમાં રૂટિન કામગીરી ચાલતી હોવાથી પ્રવેશ આપી શકાય નહિ તેવું રટણ કર્યું હતું.
નાગરિક બેન્કના સનિષ્ઠ કર્મચારીનો ‘મોહમાયાનગરી’માં થયેલા કૌભાંડનો પર્દાફાશ
હજુ નાગરિક બેંક પાટણની મિલ્કતની કથિત ગેરરીતીમાંથી બહાર નથી આવી ત્યાં વધુ એક કૌભાંડની માહિતી સામે આવી રહી છે. આ કૌભાંડ તો રાજ્યની બહાર આવેલી ’મોહમાયાનગરી’માં થયાની ચર્ચા છે અને આ કૌભાંડનો પર્દાફાશ નાગરિક બેન્કના એક સનિષ્ઠ કર્મચારીએ જ કર્યાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર બેંકની કાલબાદેવી બ્રાંચનાં મિલકત ખરીદીનાં લોન ખાતા નંબર 141/6/ 359 તથા 141/6/360ની આશરે 80 લાખ જેટલી મોટી રકમની બોગસ લોન બિલકુલ અધૂરા રો હાઉસ પ્રોજેક્ટ માંહેથી યુનિટ નંબર 7 તથા 8 ની ભરત મદન અને નેહા ભરત મદનને આપીને થયેલી છેતરપિંડી અંગે કર્મચારીએ એક પત્ર લખ્યો હતો. જે મામલે બેંક દ્વારા ’ચીફ’ જેવો હોદ્દો ધરાવતા હોદેદાર વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા પરંતુ લોન વિભાગના ચીફ અને ડેપ્યુટી ચીફ કે જેમણે લોન મંજુર કરી અને તમામ વિભાગના મેનેજર જેવો હોદ્દો ધરાવતા હોદેદાર કે જેમણે અંતિમ મંજૂરી આપી હતી તેમના વિરુદ્ધ કોઈ પગલાં નહિ લેવાયાની ચર્ચા છે. આ લોનમાં વેલ્યુએશન રિપોર્ટ સહિત અન્ય ઘણી ગેરરીતિઓ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણની ટુકી વિગત એવી છે કે પહેલો વેલ્યુએશન રિપોર્ટ તા: 12 /03 /2020 નો રૂ. 54,68,000 નો આવે જેમાં જમીનની કીમત એક ચૌમીના રૂ. 40,000 ગણીને કુલ જમીન ચોમી 19-00 ના રૂ. 7,60,000 ગણવામાં આવી હતી. બાંધકામ ચો.ફૂટ એક ના રૂ. 4000 લેખે ચો.ફૂટ 552-00 ના રૂ. 22 ,08,000 ગણેલ અને ડેવલોપમેન્ટ ચાર્જ કે જે નિયમ મુજબ દર્શાવાતો જ નથી તેવી રૂ. 25,00,000ની તદન ખોટી રકમ વેલ્યુએશનમાં ઉમેરવામાં આવી હતી. એટલે કે વેલ્યુએશનમાં રૂ 29,68,000 પ્રમાણે લોન મંજુર કરવાની હતી પરંતુ બદઈરાદા પૂર્વક અંગત કોઈ સ્વાર્થથી બેંકને આર્થિક નુકસાન કરીને ખુલેઆમ વેલ્યુએશન રિપોર્ટ બદલાવવામાં આવ્યો હતો.
નવો વેલ્યુએશન રિપોર્ટ રૂ. 54,09,600નો કોઈ ખાસ બદઈરાદા સાથે કરાવવામાં આવ્યો હતો. હકીકતે બેંકની વેલ્યુએશનની પોલીસી કે પ્રથા મુજબ એક ચો.ફૂટ નો ભાવ રૂ 1500 છે જે નવા બાંધકામની લોંનમાં વેલ્યુઅર એ જમીનની કુલ કિમત રૂ 7,60,000 ગણેલ હતી. આ રીતે જમીન અને બાંધકામની એટલે કે લોંનમાં લેવાયેલ મિલકતની 1 યુનીટની કુલ કિમત રૂ 15,88,000 થાય અને તે પ્રમાણેની માર્કેટ કિમત ગણી લોંન આપેલ હોત તો કદાચ યોગ્ય ગણાત પણ તેની બદલે અધધ… આશરે સવા ત્રણ ગણી એટલેકે રૂ. 54,09,600 ગણીને બેંકને ભયંકર આર્થિક નુકસાન કરવામાં આવ્યાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે.
જે રકમ ક્યારેય વસુલી સકાય તેવી કોઈ વાસ્તવિકતા જણાતી નથી. યોગ્ય રકમની બદલે બેંકની પોલીસી વિરુધની મોટી રકમનુ ધિરાણ એટલે કે ધર્માદો કરવામાં આવ્યો હતો અને આ લોન હાલ એનપીએ છે અને બેંક ને મિલકત વેચાણના કોઈ ટેન્ડર મળતા નથી.