અમદાવાદ સહિતના 19 શહેરોમાં સર્વે, તેના પરિણામ ઉપરથી દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડાશે

ભારતીય રિઝર્વ બેંકે  બે મહત્વપૂર્ણ સર્વે શરૂ કર્યા છે. આ સર્વેક્ષણો મધ્યસ્થ બેંકને દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડવા માટે ‘ઉપયોગી માહિતી’ પ્રદાન કરશે.  આ સર્વેમાંથી એક મોંઘવારી અંગે ઘરોની અપેક્ષાઓ જાણવા મળશે.  જ્યારે, બીજો સર્વે ગ્રાહકોના વિશ્વાસનું મૂલ્યાંકન કરશે.

રિઝર્વ બેંકે કહ્યું કે માર્ચ 2023ના મોંઘવારી અપેક્ષાઓ પરના પરિવારોના સર્વેનો હેતુ ભાવની અસ્થિરતા અને ફુગાવા વિશે ‘અંદાજ’ બનાવવાનો છે.  આ સર્વે 19 શહેરોમાં કરવામાં આવશે.  જેમાં અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

દેશના 19 શહેરોમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે પણ કરવામાં આવશે.  રિઝર્વ બેંકે કહ્યું કે આ સર્વેના પરિણામો પરથી તે  મહત્વપૂર્ણ વિગતો મેળવી શકશે જે નાણાકીય નીતિ બનાવવામાં મદદ કરશે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આગામી બેઠક 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.