- શું ફાઈનાન્સ કંપનીઓ સોનામાં ‘ ઘાલ-મેલ ‘ કરી રહી છે ?
- ગોલ્ડ લોનના કામકાજમાં ગેરરીતિ ધ્યાને આવતા પ્રતિબંધ મૂક્યો
આરબીઆઈ એ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા વધુ ધિરાણકર્તા પેઢી આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદયા છે. રિઝર્વ બેંકે આઈઆઈએફએલ ફાઈનાન્સ કંપનીને ગોલ્ડ લોન આપવા મનાઇ ફરમાવી છે. ગોલ્ડ લોન વિતરણમાં ગડબડ લાગતા આઈઆઈએફએલ ફાઈનાન્સને નવી ગોલ્ડ લોન ન આપવા આદેશ કર્યો છે. મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં જોવા મળતી મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓ ને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આઈઆઈએફએલ ફાઈનાન્સને ગોલ્ડ લોન ન આપવા રિઝર્વ બેંક આદેશ કર્યો છે. આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદતા રિઝર્વ બેંકે કહ્યું કે, તેણે પાછલા વર્ષે માર્ચ સુધી આઈઆઈએફએલની નાણાંકીય સદ્ધરતાનું આંકલન કરવા હેતું નિરીક્ષણ કર્યું હતુ. તેને ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કેટલીક ગંભીર ખામીઓ નજરે ચઢી છે. તેમાં લોન મંજૂરી, ડિફોલ્ટ બાદ હરાજીના સમયે સોનાની શુદ્ધતાની તપાસ અને વજન કરવાના નિયમનું ઉલ્લંઘન સામેલ છે. મધ્યસ્થ બેંકે ઉમેર્યું કે, આઈઆઈએફએલ જે રીતે સોનાની શુદ્ધતાની તપાસ અને તેનું વજન કરી રહ્યુ હતુ, તેમા નિયમનું ઉલ્લંઘન થતુ હતુ, તેનાથી ગ્રાહકના હિતનું રક્ષણ થતું ન હતું. તેનો અર્થ એ છે કે આઇ.આઇ.એક. એલ ફાઇનાન્સના લોન ટુ વેલ્યૂ રેશિયોમાં ગેરરીતિ જોવા મળી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોંધ્યું છે કે, આઇ.આઇ.એફ.એલ ફાયનાન્સે માન્ય કેશ કલેક્શન વટાવી દીધું છે અને તેની ફી માળખામાં પારદર્શિતાનો અભાવ છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના સિનિયર મેનેજમેન્ટ અને ઓડિટર્સ સાથે ચાલી રહેલી ચર્ચાઓ છતાં, કોઈ નોંધપાત્ર સુધારાત્મક પગલાં જોવા મળ્યા નથી. આરબીઆઈ એ જણાવ્યુંકે, તે આઈઆઈએફ ફાઈનાન્સનું એક સ્પેશિયલ ઓડિટ કરાવશે. જો તેમા કંપનીની કામગીરીમાં કોઇ સુધારો દેખાય અને મધ્યસ્થ બેંકને સંતોષ થાય છે તો પ્રતિબંધો વિશે ફેર વિચારણા કરશે.
આઈઆઈએફ ફાઈનાન્સ દેશની અગ્રણી ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ આપનાર કંપની છે. આ ફર્મ ગોલ્ડ લોન, બિઝનેસ લોન અને પર્સનલ લોન જેવી નાણાંકીય સુવિધા આપે છે. આ કંપનીની શરૂઆત વર્ષ 1995માં નિર્મલ વર્માએ કરી હતી. તે અગાઉ આઈઆઈએફ હોલ્ડિંગ લિમિટેડના નામે ઓળખાતી હતી. આઈઆઈએફએલ ફાઈનાન્સના શેર પર શું અસર થશે? આઈઆઈએફ ફાઈનાન્સ શેર બજારમાં લિસ્ટેડ કંપની છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાકીદ કરતા જણાવ્યું હતું કે હાલ બેંક દ્વારા જે લોન પ્રવર્તમાન ગ્રાહકોને આપવામાં આવી હતી તેની પ્રક્રિયા યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. હાલ કંપની જે ગોલ્ડ લોન આપી રહી છે તેનો પોર્ટફોલિયો 24 હજાર કરોડને પાર પહોંચી ગયો છે અને દર વર્ષે તેમાં 35% ની વૃદ્ધિ પણ થઈ રહી છે. આઈ આઈ એફ એલ કંપની માત્ર એક જ ક્ષેત્રમાં નહીં વિવિધ ક્ષેત્રમાં ધિરાણ પૂરું પાડે છે અને તેમાં પણ જ્યારે ગોલ્ડની વાત આવે તો 32 ટકા હિસ્સો ગોલ્ડ લોનનો છે.