રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીમાં ગુરુવારે વ્યાજદરની જાહેરાત કરવામાં આવી છે. રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રેપોરેટ 6 ટકાથી ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી દરેક પ્રકારની લોન સસ્તી થશે. જોકે લોન સસ્તી કરવી કે નહીં તે નિર્ણય બેન્ક પર આધારિત હોય છે.
આરબીઆઈની બેઠકમાં રિવર્સ રેપોરેટમાં પણ 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ, હવે રિવર્સ રેપોરેટ પણ 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે.
RBI cuts repo rate by 25 basis points, now at 5.75% from 6%. Reverse repo rate and bank rate adjusted at 5.50 and 6.0 per cent respectively. pic.twitter.com/greB9paac3
— ANI (@ANI) June 6, 2019