- આઇસીઆઇસીઆઈ બેંકને પણ પ્રોજેકટ લોનની અનિયમિતતાને લઈને રૂ.1 કરોડનો દંડ
ભારતીય રિઝર્વ બેંકએ બે મોટી ખાનગી બેંકો સામે કાર્યવાહી કરી છે. તેમના પર 1.91 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેંકોમાં યસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા અને આંતરિક/ઓફિસ ખાતાઓની અનધિકૃત કામગીરીને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આરબીઆઈને જાણવા મળ્યું કે બંને બેંકોએ કેન્દ્રીય બેંકની સૂચનાઓનું પાલન કર્યું નથી.
ભારતીય રિઝર્વ બેંકએ 21 મે, 2024 ના રોજ અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ આઇસીઆઇસીઆઇ બેંક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. “આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46(4)(આઈ) સાથે વાંચેલી કલમ 47એ(1)(સી) ની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે, આરબીઆઈએ જણાવ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 17 મે, 2024 ના રોજ એક આદેશમાં યસ બેંક લિમિટેડને ’બેંકોમાં ગ્રાહક સેવા’ અને ’આંતરિક/ઓફિસની અનધિકૃત કામગીરી’ અંગેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 91 લાખનો દંડ ફટકાર્યો હતો. એકાઉન્ટ્સ’ છે. છઇઈંએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ’આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46(4)(આઈ)ની સાથે કલમ 47એ(1)(સી)ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવા માટે લાદવામાં આવ્યો છે.
આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંક બંને ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો છે. પરંતુ, તાજેતરના સમયમાં આ બંને બેંકોએ કેટલાક પડકારોનો સામનો કર્યો છે. જ્યાં આઇસીઆઇસીઆઉ બેંક નોન-પરફોર્મિંગ લોન (એનપીએ), ગવર્નન્સની ચિંતાઓ અને તકનીકી ખામીઓનો સામનો કરી રહી છે. તે જ સમયે, યસ બેંકે નાણાકીય કટોકટી અને ગ્રાહકોની હિજરતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, બંને બેંકોએ આ પડકારોને પહોંચી વળવા માટે ઘણા પગલાં પણ લીધા છે.