રેપોરેટ ૬ ટકા ઘટાડી ૫.૭૫ ટકા કરવામાં આવ્યો જયારે રીઝર્વ રેપોરેટ પણ ૬ ટકા ઘટાડી ૫.૫૦ ટકા કરાયો
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોરેટમાં ઘટાડો કરતાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં રેપોરેટ ૫.૭૫ ટકાએ પહોંચ્યો છે જેથી હોમલોનનાં દર પણ ઘટતા હોમ લોન સહિતની અન્ય લોનો સસ્તી થશે. આરબીઆઈનાં ગર્વનર શકિતકાંતદાસે જણાવ્યું હતું કે, વિકાસ દરની હાલક-ડોલક સ્થિતિ વચ્ચે એક તરફ રોકાણ ક્ષેત્રમાં ઉદાસીનતા વચ્ચે ખાનગી ક્ષેત્રમાં જરૂરી સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે ત્યારે રેપોરેટનાં આ ઘટાડાથી લોન સેકટરમાં એક નવી જાન ફુંકાશે અને લોન લેનારા માટે આશીર્વાદરૂપ બની રહેશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ત્રીજી વખત ૦.૨૫ બેઈઝ પોઈન્ટનો કાપ મુકતા રેપોરેટ ૨૦૧૦-૧૨નાં સૌથી નીચા પોઈન્ટ ૭૫ ટકાએ પહોંચ્યું છે.
આરબીઆઈનાં ગર્વનરે જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાની સ્થિતિમાં દેશનાં અર્થતંત્રને વધુ મજબુત કરવા માટે રેપોરેટમાં કાપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની સરકાર બીજી ટર્મ માટે કાર્યરત થઈ જતાં સરકાર દ્વારા અર્થતંત્ર માટે જવાબદાર વ્યવસ્થા માટે જે આશાવાદ ઉભો થયો છે તેને લઈને ઔધોગિક વિકાસ અને ખાસ કરીને હરીફાઈનાં યુગમાં આરબીઆઈ દ્વારા જે રેપોરેટનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી લોન ક્ષેત્ર વધુ પારદર્શક બનશે અને બજારમાં તેજીનાં કારણે નવી રોજગારી, ઔધોગિક વિકાસ જેવા ફાયદાઓ મળશે.
માર્ચ-૨૦૨૦ સુધીમાં હજુ વધુ રેપોરેટ ઘટે તેવી શકયતાઓ પણ સામે આવે છે. બેંક ઓફ અમેરિકાનાં ભારતનાં કાઉન્સીલ પ્રમુખે જણાવ્યું હતું કે, રેપોરેટનાં આ ઘટાડા દુરંગામી લાભો આપનારા બની રહેશે. અત્યારે વિશ્ર્વભરમાં આર્થિક મંદીનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં આવતી તેજી અને મંદી ભારતની મુડી બજાર પર વિદેશી ભંડોળની અનિશ્ર્ચિતતા જેવી પરિસ્થિતિ વચ્ચે સેન્ટ્રલ બેંક દ્વારા દરમાં ઘટાડો કરવાથી વિકાસ માટે ખુબ જ મદદરૂપ થશે. રેપોરેટમાં ઘટાડાની સકારાત્મક અસરો બોન્ડ અને ફોરેન બજારમાં પણ જોવા મળી રહી છે. રેપોરેટનાં ઘટાડાની અસરથી લાંબાગાળાનાં ફાયદાઓ નિશ્ચિત રીતે આગામી સમયમાં ભારત દેશને થશે. સાથોસાથ ગ્રાહકોની ખરીદ શકિતમાં પણ વધારો જોવા મળશે. અંતમાં કહી શકાય કે રેપોરેટમાં થતા ઘટાડાથી હોમ લોન, ઓટો લોન અને ક્ધઝયુમર માર્કેટમાં તેજી આવશે તેવી પણ આશા સેવાઈ રહી છે.