રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. તેમણે રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ હવે 5.15 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. તેના પગલે તમામ પ્રકારની લોન સસ્તી થશે.
મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 4 સભ્યોએ રેટ કટના પક્ષમાં વોટ કર્યો હતો. કોવિડ-19ના કારણે વિશ્વમાં આર્થિક ગતિવિધિઓને અસર થઈ છે. કોવિડ-19ની અસર કેટલી થશે, તે હાલ ન કહી શકાય. જોકે ક્રૂડની કિંમત ઘટવાથી થોડી રાહત મળશે.
- કેશ રિઝર્વ રેશ્યો(CRR) 1 ટકા ઘટીને 3 ટકા કરવામાં આવ્યો. CRR ઘટવાથી બેન્કોની પાસે વધુ કેશ રહેશે.
- આરબીઆઈએ જે પગલા ભર્યા છે, તેનાથી સિસ્ટમમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધશે.
- તમામ બેન્કોની ટર્મ લોનના EMIમાં 3 મહીનાની છુટ મળશે.
Repo rate reduced by 75 basis points to 4.4.%. Reverse repo-rate reduced by 90 basis points to 4%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/eBb0WPAG21
— ANI (@ANI) March 27, 2020