રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી(MPC)એ આજે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા રેપો રેટ 6 ટકા થયો છે. જે અગાઉ 6.25 ટકા હતો. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતી. અગાઉ ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો હતો.
રેપો રેટ તે દર છે, જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેમાં ઘટાડો થવાને કારણે બેન્કોને સસ્તી લોન મળે છે. જેથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તા દરે લોન આપી શકે છે. ગત વખતે બેન્કોએ વ્યાજ દરોમાં એટલો ઘટાડો કર્યો ન હતો, જેટલો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.
ગત વખતે રેપો રેટમાં ઘટાડા બાદ પણ બેન્કરોએ આશા વ્યક્ત કરી હતી કે એપ્રિલની પોલિસીમાં પણ રેપો રેટમાં ઘટાડો શકાય છે કારણ કે રિટેલ મોંઘવારી દર સતત આરબીઆઈના લક્ષ્યથી ઓછો છે. એમપીસીએ અગાઉ આઉટલુક પણ સખ્તમાંથી બદલીને ન્યુટ્રલ કર્યો હતો.