- RBIને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- રશિયન ભાષામાં મળ્યો ઇમેલ
મુંબઈમાં MRA માર્ગ પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે RBIને બોમ્બની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધી છે. તેમજ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બોમ્બની ધમકી કોના દ્વારા અને ક્યાંથી આપવામાં આવી છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈમાં MRA માર્ગ પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને બોમ્બની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધી છે. તેમજ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બોમ્બની ધમકી કોના દ્વારા અને ક્યાંથી આપવામાં આવી છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ પાછલા એક મહિનામાં આ પ્રકારની બીજી ઘટના બની છે, જેમાં ધમકી આપવામાં આવી છે. આ પહેલા ફોન પર ધમકી આપવાની ઘટના બની હતી.
RBI બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 12 ડિસેમ્બરના રોજ બપોરે મળી હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત આ મહિનામાં આવી ધમકી બીજી વખત મળી છે. જે ધમકી ભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે, તે RBI બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
MRA પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, તે અંગે પણ વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મળતી મહિતી મુજબ મુંબઈ પોલીસના ઝોન-1 DCPએ જણાવ્યું છે કે, “આ ધમકીભર્યો ઈ-મેઈલ રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઈટ પર મળ્યો હતો. તેમજ આ ઈ-મેઈલ રસિયન ભાષામાં લખવામાં આવ્યો છે, જેમાં બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આ અંગે MRA માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હાલ આ મામલે વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.”
મળતી માહિતી દરમિયાન નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ RBIના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાએ ચાર્જ સંભાળ્યો છે. તેમજ તેઓ RBIના 26મા ગવર્નર છે, શક્તિકાંત દાસ 6 વર્ષ સુધી ગવર્નર રહ્યા હતા. તેમની જગ્યા સંજય મલ્હોત્રા નવા ગવર્નર બન્યા છે.