ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ 6.50 ટકા સુધી પહોંચી ગયેલ છે.
RBI’s Monetary Policy Committee has decided to increase the policy repo rate under the liquidity adjustment facility (LAF) by 25 basis points to 6.5% Consequently, the reverse repo rate under the LAF stands adjusted to 6.25% & marginal standing facility rate & Bank Rate to 6.75% pic.twitter.com/C3caihMsGX
— ANI (@ANI) August 1, 2018
વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર આપનાં ખિસ્સા પર પડશે. રેપો રેટનાં વધવાથી બેંકોમાંથી આપનાં માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય કર્જ લેવું પણ મોંઘુ સાબિત થશે. આ કારણોસર હવે આપનાં ખિસ્સા પર વધારે EMIનો બોઝ પડશે.
તમને જણાવી દઇએ કે પહેલા જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. RBIએ આ દરમ્યાન 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટમાં થયેલાં આ વધારા બાદ રેપો રેટ 6 ટકાથી વધીને 6.25 ટકા થઇ ગયો હતો. મોદી સરકારનાં 4 વર્ષનાં કાર્યકાળમાં આ પ્રથમ વખત થયું હતું. જ્યારે RBIએ રેપો રેટનો દર વધાર્યો.