રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેસિઝ પોઇન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ વધીને 6.50 ટકા થયો છે. મહત્ત્વના પોલિસી રેટમાં વધારો થવાથી હવે હોમલોન, પર્સનલ લોન, કાર લોન અને બિઝનેસ લોન મોંઘી બનશે. જોકે, આરબીઆઇની પોલિસી આ વખતે કડક હોવાનો સંકેત પામી જઇને એસબીઆઇ, પીએનબી, આઇસીઆઇસીઆઇ બેન્કે તેમના MCLRમાં વધારો કરી દીધો હતો.
Reserve Bank of India (RBI) hikes Repo Rate by 25 bps to 6.25%. Reverse Repo rate at 6.50% pic.twitter.com/7CYtcWDQrx
— ANI (@ANI) June 6, 2018
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલની આગેવાનીમાં છ સભ્યોની મોનેટરી પોલિસીની મીટિંગ 4 જૂનથી સળંગ 3 દિવસ મળી હતી.કેટલાક રીપોર્ટસ જણાવતા હતા કે આરબીઆઇ વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જ્યારે કેટલાકના મતે આરબીઆઇ વ્યાજ દર વધારતા પહેલા રાહ જોવાનું પસંદ કરી શકે છે. આરબીઆઇએ ઓગસ્ટ 2017 પછી વ્યાજ દરમાં કોઇ ફેરફાર નથી કર્યો.
રિઝર્વ બેન્કે સતત ત્રીજી મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઇએ 5 એપ્રિલના રોજ તેની પોલિસી મીટિંગમાં મુખ્ય નીતિ દરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. હાલમાં રેપો રેટ 6 ટકા અને રીવર્સ રેપો રેટ 5.75 ટકા છે. આરબીઆઇએ ઓગસ્ટ 2017થી અત્યાર સુધીમાં વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ અધ્યક્ષતામાં પહેલીવાર ત્રણ દિવસની બેઠકમળી હતી.