કોરોનાગ્રસ્ત ઇકૉનોમીને સંકટથી ઉગારવા માટે RBIએ આજે ફરી કેટલીય મોટી જાહેરાતો કરી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રિવર્સ રેપો રેટને 4%થી ઘટાડીને 3.75 ટકા કરી દેવાયો અને રેપો રેટને યથાવત રખાયો છે. ટાર્ગેટેડ લોંગ ટર્મ રીપો ઓપરેશન (TLTRO 2)ની અંતર્ગત RBIએ MFIs અને NBFCsને 50 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી.
કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે.
તેમણે કહ્યું કે ભારત માટે 1.9 ટકા GDP વૃદ્ધિનું IMFનુ અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે અને સાથે જ બેન્કોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય રિવર્સ રેપો રેટ 25 બેસિસ ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે તે 4થી ઘટીને 3.75 પોઈન્ટ થયો છે.
લોકોને સરળતાથી લોન મળી શકે તે માટે RBIએ રિવર્સ રેપો રેટ 0.25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો છે. હવે તે 4થી ઘટીને 3.75 પોઈન્ટ હશે. રિવર્સ રેપો રેટ એ દર છે, જેની પર બેન્કોને આરબીઆઈમાં જમા પોતાની રકમ પર વ્યાજ મળે છે. જો આ દર ઘટશે તો બેન્ક આરબીઆઈની પાસે પૈસા રાખવાની જગ્યાએ લોન આપશે અને બજારમાં કેશ વધશે.