આરબીઆઈએ રેપો રેટમાં 0.35% ઘટાડો કર્યો છે. મોનિટરી પોલિસીની બેઠક બાદ કેન્દ્રીય બેન્કે બુધવારે તેની જાહેરાત કરી. રેપો રેટ તે દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેમાં ઘટાડો આવવાથી બેન્કોને સસ્તી લોન મળશે તો તેમની પર વ્યાજ ઘટાડવાનું દબાણ વધશે. રેપો રેટ 5.75 ટકા ઘટાડીને 5.40 ટકા કરવામાં આવ્યો છે.
એ બાબત બેન્કો પર છે કે તે ગ્રાહકોને રેટ કટનો કેટલો ફાયદો કયારે આપે છે. સોમવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેન્કના પ્રમુખોની સાથે મિટિંગ કરી હતી કે આરબીઆઈના રેટ કટનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ બેન્કોને કહી ચૂક્યા છે કે ગ્રાહકોને સંપૂર્ણ ફાયદો મળવો જોઈએ.