નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકમાં ગવર્નરની જાહેરાત: રેપોરેટ 5.4%થી વધીને 6.25% થઈ ગયો
ત્રણ દિવસ સુધી ચાલેલી એમપીસીની બેઠક બાદ આરબીઆઇ ગવર્નરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.35% વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આરબીઆઈનો રેપો રેટ 5.4% થી વધીને 6.25% થઈ ગયો છે.
અગાઉ આરબીઆઈએ ઓક્ટોબર અને ઓગસ્ટમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. મે મહિનામાં મળેલી એમપીસીની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90% કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે આજે બુધવારે તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 35 બેઝિઝ પોઇન્ટનો વધારો કરવાનું જાહેર કર્યું છે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારથી શરૂ થઈ રહેલી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક બાદ આજરોજ તેની આગામી દ્વિ-માસિક નીતિ રજૂ કરી છે.