ત્રણ વર્ષના બોન્ડ બાદ બેંકોને ૭૭.૭૬ રૂપિયામાં ડોલર મળશે જેમાં ૭.૭૬ ટકાનું રહેશે કટ ઓફ પ્રિમીયમ
કહેવાય છે કે વિનિમય એકસચેન્જ માટે ડોલર મહત્વપૂર્ણ ચલણ માનવામાં આવે છે જેની અસર રૂપિયાને પણ દર વખત થતી હોય છે. દરેક સરકાર પોતાના ચલણને મજબુત કરવા અને પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માટે હરહમંશે ડોલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કહેવામાં આવે છે કે, ડોલર કરતા કોઈપણ દેશનું ચલણ ત્યારે જ મજબુત બને કે જયારે દેશનો નિકાસ દર ખુબ જ વધુ હોય ત્યારે કહી શકાય કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતીય બજારોમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયા ઠલવવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ડોલરો ખરીદશે.
હાલ ભારતીય દેશ પાસે ૪૫૦ બિલીયન ડોલરનું ભંડોળ રહેલું છે ત્યારે પૂર્ણકાળમાં ચંદ્રશેખરના વખતે પ્લેન ભરી સોનું ગીરવે મુકવામાં આવ્યું હતું ત્યારબાદ જ ભારતની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. રૂપિયાની સાથો સાથ સોનાનું મહત્વ આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ મહત્વનું છે. એ વાત પણ સાચી છે કે સરકાર કરતા ભારતના લોકો પાસે સોનું ખુબ જ વધુ છે.કોઈપણ આફતના સમયમાં સોનું સૌથી મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. જગત જમાદાર અમેરિકા પોતાના ડોલર થકી સમગ્ર વિશ્વમાં પોતાનું સામ્રાજય ફેલાવી રહ્યું છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે, ભારત દેશ ‚પિયો કયારે છાપી શકે ત્યારે કહેવાય છે કે જો ભારત દેશ પાસે પુરતુ ગોલ્ડ રીઝર્વ અને ફોરેન એકસચેન્જ રીઝર્વ હોય તો જ ચલણ છાપી શકે ત્યારે આરબીઆઈ દ્વારા જે ૩૫૦૦૦ કરોડ રૂપિયા બજારમાં ઠલવવામાં આવશે તેનાથી તરલતામાં પણ વધારો થશે. વિશ્વઆખામાં ડોલરને જે એક ચલણ સૌથી વધુ હરીફાઈ આપે છે તે દિરહામ છે.છેલ્લા ૩૦ વર્ષથી દિરહામ અને ડોલરના ભાવમાં પોઈન્ટ ૧ ટકાનો પણ ફેરબદલ જોવા મળયો નથી.
કારણકે ગલ્ફ દેશોમાં તેલનું પ્રભુત્વ ખુબ જ વધુ છે અને જો અમેરિકા કોઈપણ અનિચ્છનીય ઘટનાને જો અંજામ આપે તો ગલ્ફ દેશોમાં કે જયાં તેલ તેનો આવકનો મુખ્ય સ્ત્રોત છે તે અમેરિકા સિવાય બીજા દેશોમાં તેનું પુણત: વેચાણ કરી શકે જેથી તેની માઠી અસર અમેરિકા ઉપર પણ પડી શકે તેમ માનવામાં આવે છે. આરબીઆઈ દ્વારા જે ડોલરો ખરીદવામાં આવશે તે ત્રણ વર્ષના બોન્ડ ઉપર ખરીદાશે. જયારે પ્રથમ હરાજીમાં કટ ઓફ પ્રિમીયમ ૭.૭૬ ટકા રહ્યું હતું જેથી ૩ વર્ષ બાદ તે ડોલર ૭૭.૭૬ રૂપિયામાં વહેંચશે જેથી ભારત દેશમાં તરલતામાં વધારો જોવા મળી શકે.