32 ઓનલાઇન પેમેન્ટ કંપનીઓમાં એમેઝોન, ગુગલ, રિલાયન્સ સહિતની કંપનીઓનો સમાવેશ, અન્ય 18 કંપનીઓ વેઇટીંગમાં
રિઝર્વ બેંકે ૩૨ વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સને ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેટરના રૂપમાં કામ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક જાહેર કર્યું છે.
આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે જે પેમેન્ટ એગ્રીગેટર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં એમેઝોન પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગૂગલ ઇન્ડિયા ડિજિટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ, રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન લિમિટેડ, પાઇન લેબ્સ, રેઝરપે, વર્લ્ડલાઇન અને ઝોમેટો પેમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.
આરબીઆઇએ જણાવ્યું હતું કે આ ઉપરાંત અન્ય ૧૮ વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સની અરજી વિલેબિત છે. આ અગાઉ આરબીઆઇએ ૧૭ માર્ચ, ૨૦૨૦ અને ૩૧ માર્ચ, ૨૦૨૧ના પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવેઝના રેગ્યુલેશન માટે દિશાનિરેદેશ જારી કર્યા હતાં.
દિશાનિર્દેશ અનુસાર ૧૭ માર્ચ, ૨૦૨૦ સુધી વર્તમાન તમામ ઓનલાઇન નોન બેંક પેમેન્ટ એગ્રીગેટર્સને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, ૨૦૦૭ હેઠળ મંજૂરી પ્રાપ્ત કરવા માટે આરબીઆઇની પાસે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ અગાઉ પોતાની અરજી જમા કરાવવી જરૂરી હતી.
જો કે ત્યારબાદ આ તમામ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે અરજી જમા કરાવવાની અંતિમ તારીખને એક વર્ષ વધારી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ કરવામાં આવી હતી. આરબીઆઇએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઇ સંસ્થા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટની કલમ-૭ હેઠળ મંજૂરી મેળવતી નથી તો તેને આપવામાં સૈદ્ધાંતિક મંજૂૂરી માન્ય રાખવામાં આવશે નહીં.