અનિલ અંબાણીએ ‘કેપિટલ’ ગુમાવ્યું!!!
રિલાયન્સ કેપિટલનું બોર્ડ સુપરસિડ થયું દેવા ચૂકવણીમાં નિષ્ફળ નિવડતા આરબીઆઇએ વહીવટ કરતા નીમ્યા
રિલાયન્સ કેપિટલ નું બોર્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિખેરી નાખ્યું છે અને તેમાં નવા વહીવટ કરતા ની નિમણૂક કરી છે જેથી એ વાત સ્પષ્ટ થઈ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ ની મૂડી સંભાળી લીધી છે. રિલાયન્સ કેપિટલ દેવા ચૂકવવામાં નિષ્ફળ જતા આરબીઆઇએ બેન્ક ઓફ મહારાષ્ટ્ર ના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાઈને વહીવટકર્તા તરીકેની જવાબદારી સોંપી છે. અનિલ અંબાણી હસ્તક રિલાયન્સ કેપિટલ સહિત અન્ય ઉદ્યોગો પણ ઘણાખરા અંશે ડૂબી ગયેલા છે અને દેવાદાર બનેલા અનિલ તેની ભરપાઈ કરવામાં પણ મહદ અંશે નિષ્ફળ નીવડયા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રિલાયન્સ કેપિટલ પર જેટલું દેવું છે તેને ચૂકવવામાં તે સદંતર નિષ્ફળ નીવડતાં અનેક પ્રશ્નો ઉદ્ભવે થયેલા છે ત્યારે આવનારા સમયમાં રિલાયન્સ કેપિટલ સાથે જોડાયેલા લોકોનો હિતનો વિચાર કરી રિઝર્વ બેન્ક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. તરફ રિલાયન્સ કેપિટલ ઉપર કોર્પોરેટ ગવર્નન્સ અંગેના પણ અનેક કેસો સામે આવ્યા છે જે ખરા અર્થમાં ચિંતાનો વિષય છે.
એવી જ રીતે રિલાયન્સ કેપિટલ એ આરબીઆઇ દ્વારા જે વહીવટકર્તા ની નિયુક્તિ અંગે પૂછવામાં આવ્યું તો આ મુદ્દે તેઓ હોય બોલવાનું પણ ટાળ્યું હતું. ઓડિટર દ્વારા ચોથા ક્વાર્ટરના પરિણામને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા જેનો જવાબ આપવામાં પણ રિલાયન્સ કેપિટલ નિષ્ફળ નીવડ્યું હતું.