Abtak Media Google News

શક્તિકાંત દાસને ‘ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર્સ રિપોર્ટ કાર્ડ 2024’ માં બીજા વર્ષે પણ ‘A+’ રેટિંગ મળ્યું છે.તેની જાણકારી RBI એ પોતાના સોશિયલ મીડિયા પર આપી છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસ વૈશ્વિક ટોચમાં કેન્દ્રીય બેંકરોની યાદીમાં ટોચના સ્થાને છે. તેમજ તેમને કેન્દ્રીય બેંકર તરીકે પુરસ્કાર આપ્યો છે.
RBI એ ટ્વીટ કરીને  જણાવ્યું હતું કે આ જાહેર કરતા આનંદ થાય છે કે શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે ‘ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ 2024’ માં ‘A+’ રેટિંગ મળ્યું છે. વૈશ્વિક સ્તરે ટોચના 3 કેન્દ્રીય બેંકરોની યાદીમાં શક્તિકાંત દાસનું નામ ટોચ પર છે.
PM નરેન્દ્ર મોદીએ પણ શક્તિકાંત દાસને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ તેમની ટ્વીટ કરીને કહ્યું હતું કે આ સિદ્ધિ માટે RBI ગવર્નર શક્તિકાંત દાસને અભિનંદન આપ્યા હતા. તેમજ RBIમાં તેમના નેતૃત્વ, આર્થિક વૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તરફ તેમના કાર્યની માન્યતા છે.

RBI Governor Shaktikanta Das Becomes Central Banker, PM Modi Congratulates

રેટિંગ કયા આધારે આપવામાં આવે છે?

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને અહેવાલ આપ્યો છે કે બેન્કર્સને ફુગાવા નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર મેનેજમેન્ટના આધારે ‘A’ થી ‘F’ સ્કેલ પર રેટિંગ આપવામાં આવે છે. જ્યાં એક તરફ ‘A’ ઉત્તમ પ્રદર્શન સૂચવે છે, તો બીજી તરફ ‘F’ સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. આ સમયે ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટેલ થોમસેન, ભારતના શક્તિકાંત દાસ અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને ‘A+’ રેટિંગ આપ્યું છે.

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન વિશે

ગ્લોબલ ફાઇનાન્સ નામનું મેગેઝિન 1994માં શરૂ થયું હતું. આ મેગેઝિનમાં વિશ્વના 101 દેશો અને પ્રદેશોના સેન્ટ્રલ બેંકના વડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમજ યુરોપિયન, યુનિયન અને કેટલીક અન્ય પ્રાદેશિક કેન્દ્રીય બેંકો પણ આ યાદીમાં સામેલ છે.

આ મેગેઝીનમાં જોવામાં આવે છે કે કેન્દ્રીય બેંકના કયા વડાઓએ સારી પદ્ધતિ, નવા વિચારો અને મજબૂત ઈચ્છાશક્તિ સાથે કામ કર્યું છે. તે મેગેઝિન દ્વારા તેમના કામના આધારે રેટિંગ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.