સહકારી બેંકો માટે આનંદો

નોટબંધી બાદ સહકારી બેંકોમાં મોટાપાયે જૂની નોટો બદલી આપવાના વહીવટો યા હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે સહકારી બેંકોને રિઝર્વ બેંકમાં ‚પિયા બદલવા ઉપર પ્રતિબંધ લદાયો હતો. જેના પરિણામે સહકારી બેંકોની તિજોરીમાં કરોડો ‚પિયા સલવાયા હતા. નોટબંધીના સમય દરમિયાન જુની નોટોને બારોબાર બદલીને નવી ૫૦૦-૨૦૦૦ની નોટો આપવાનો ધંધો શ‚ યો હતો. જેને રોકવા માટે સહકારી બેંકોને નિશાને લીધી હતી. તેમજ સહકારી બેંકોના વહીવટ ઉપર પ્રતિબંધ મુકયો હતો. શ‚આતમાં આ નિર્ણય ઉપર વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ સરકાર પોતાના નિર્ણય ઉપર અડગ રહી હતી.

જો કે હવે ચોમાસુ શ‚ યું હોવાી વાવણી અને ખેતીના અન્ય કામો માટે ખેડૂતોને નાણાની જ‚રીયાત ઉભી શે. આ જ‚રીયાતને પહોંચી વળવા માટે સહકારી બેંકો પાસે પુરતુ ફંડ ન હોવાી મુશ્કેલી સર્જાય રહી છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે સરકારે આરબીઆઈમાં જૂની નોટો બદલવાની મંજૂરી આપી છે. જેી હવે પ્રતિબંધીત નોટો બદલવા માટે આરબીઆઈ દ્વારા ૩૦મી જૂન સુધીની મહેતલ આપવામાં આવી છે. આ તારીખ સુધીમાં તમામ જિલ્લા સહકારી બેંકોએ પોતાના હિસાબો રજૂ કરીને ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો બદલવાની રહેશે.

૩૦ તારીખ સુધીમાં જો પોસ્ટ ઓફિસ, સહકારી બેંકો અને અન્ય બેંકો જો જૂની નોટો બદલી ન શકે તો આરબીઆઈને આ બાબતે સ્પષ્ટતા કરવી પડશે અને ત્યારબાદ આ બાબતે વધુ કાર્યવાહી ઈ શકશે. છેલ્લા થોડા સમયી અહેવાલો બહાર આવી રહ્યાં હતા કે, આરડીસી અને અમદાવાદ જિલ્લા સહકારી બેંકમાં નોટબંધી સમયના ૨૦૦૦ કરોડ ‚પિયા તિજોરીમાં ધૂળ ખાઈ રહ્યાં છે જેના કારણે બન્ને બેંકોની ચિંતામાં વધારો યો હતો જો કે હવે સરકાર દ્વારા નોટો બદલી આપવાની મંજૂરી મળતા બેંકોને હાશકારો યો છે.

 

નોટબંધીએ ખેતી ઉપર શું નુકસાન કર્યું?

સરકારે નોટબંધીનો નિર્ણય લીધા બાદ અલગ અલગ ઔદ્યોગીક ક્ષેત્રમાં નુકશાન યાની રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે માત્ર ઉદ્યોગો જ નહીં ખેતીમાં પણ નોટબંધી નુકશાનકારક બની હતી. મહારાષ્ટ્રમાં નોટબંધી અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને બિયારણની ખરીદી સહિતના કામો માટે સરકાર ૧૦ હજાર જેટલી હા ઉપર રોકડ આપશે પરંતુ નોટબંધીનો નિર્ણય લેવામાં આવતા આ જાહેરાતનું બાષ્પીભવન યું હતું. વધુમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોના ખાતા સહકારી બેંકોમાં હોય છે. જેમાંથી ખેડૂતો સરળતાી લોન મેળવે છે. પરંતુ નોટબંધીના સમયે સહકારી બેંકો ઉપર સરકારે કડક કાયદા લાદતા ખેડૂતોને સહાયી વંચિત રહેવું પડયું હતું

અને તેની સીધી અસર ખેત ઉત્પાદન ઉપર જોવા મળી હતી. વધુમાં સહકારી બેંકો આરબીઆઈમાં જૂની નોટો પણ બદલી શકતી ન હોવાી ખેડૂતોને પોતાના ખાતામાંથી ‚પિયાનો ઉપાડ કરવામાં પણ પરેશાની નડી હતી. આવી જ રીતે નોટબંધી બાદના ૨ મહિના ખેડૂતોની હાલાકી વધુ બદતર બની હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.