- ડેટા સુરક્ષાની માર્ગદર્શિકા હેઠળની કામગીરીમાં ખામી જોવા મળ્યા બાદ રિઝર્વ બેંકની કાર્યવાહી : જુના ગ્રાહકો માટે તમામ સેવા યથાવત રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. આ ખાનગી બેંકને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકો જોડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, રિઝર્વ બેંકે એ પણ નિર્દેશ આપ્યો છે કે કોટક મહિન્દ્રા બેંકે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
આરબીઆઈએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. આ મુજબ, ’ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35એ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને, આજે કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં નવા ગ્રાહકોને તેની ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા ઓનબોર્ડ કરવા અને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનો સમાવેશ થાય છે. જો કે, બેંક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
આરબીઆઈનો નિર્ણય 2022 અને 2023 માટે સતત બે વર્ષનાં મોનિટરિંગ પછી આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, આરબીઆઈને બેંકમાં ઘણી નોંધપાત્ર ખામીઓ અને બિન-અનુપાલન જોવા મળ્યા હતા. બેંક આ ચિંતાઓને વ્યાપક અને સમયસર ઉકેલવામાં નિષ્ફળ રહી.
આરબીઆઈએ આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ અને ચેન્જ મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીકેજ નિવારણ વ્યૂહરચનાઓ, બિઝનેસ સાતત્ય અને આપત્તિ પુન:પ્રાપ્તિની સખતાઈ અને કવાયત જેવા ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ નોંધી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022 અને 2023 માટે બેંકના આઇટી ઓડિટ અને સમયસર અને યોગ્ય રીતે આ ચિંતાઓને દૂર કરવામાં બેંકની સતત નિષ્ફળતાના આધારે આ પગલાં જરૂરી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે, ’આઇટી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક નિવારણ વ્યૂહરચના, વ્યાપાર સાતત્ય અને કટોકટી પછી પુન:પ્રાપ્તિ પ્રયાસોના ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ અને બિન-પાલન જોવામાં આવ્યું હતું.’
તેમાં કહેવામાં આવ્યું છે કે સતત બે વર્ષ સુધી, બેંકને આઇટી જોખમ અને માહિતી સુરક્ષા કામગીરીમાં નિયમનકારી માર્ગદર્શિકા હેઠળની જરૂરિયાતોથી વિપરીત ખામીઓ હોવાનું જણાયું હતું. કોટક મહિન્દ્રા બેંકને તેના ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા અને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કે, બેંક તેના વર્તમાન ક્રેડિટ કાર્ડ ધારકો સહિત તેના ગ્રાહકોને સેવાઓ આપવાનું ચાલુ રાખશે.
કોટક મહિન્દ્રાના શેર 10%ના ઘટાડા સાથે ખુલ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી બાદ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના શેર તૂટ્યા છે. શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો. બુધવારે બજાર બંધ થયા બાદ સેન્ટ્રલ બેંકે બેંક સામે મોટી કાર્યવાહી કરીને તેને નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી દીધી હતી અને ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો 9.08 ટકા ઘટીને રૂ. 1675ના સ્તરે ખુલ્યો હતો અને માત્ર 5 મિનિટમાં જ ઘટાડો વધીને 10 ટકા થયો હતો અને કોટક બેન્કનો સ્ટોક રૂ. 184 ઘટીને રૂ. 1658 થયો હતો.