સેન્ટ્રલ બેંકે ઈએમઆઈ ભરવામાં છૂટને ઓગષ્ટ સુધી લંબાવી

કોરોનાની મહામારીમાંથી લોકોને બહાર કાઢવા અને દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્નશીલબની છે. ત્યારે બીજી તરફ સરકારે ધંધા રોજગારને પણ ધમધમતા કરવા માટે પ્રયત્નો કરી રહી છે. દેશની સર્વોચ્ચ બેંક રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આ મુદે ગંભીરતાથીક વિચારી રહી છે. ત્યારે આરબીઆઈ દ્વારા આજે બે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. કોરોના અને લોકડાઉનને કારણે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લેતા આરબીઆઈએ સામાન્ય લોકોને લોનનાં હપ્તા ભરવામાંથી અપાયેલી મૂકતીમાં વધારો પણ કર્યો છે.

આ મૂકિત હવે ૩૧ ઓગષ્ટ સુધી લંબાવાઈ છે. આમ અગાઉનાં ત્રણ મહિના અને નવી જાહેરાત કરવામાં આવી છે. આમ અગાઉનાં ત્રણ મહિના અને નવી જાહેરાત અનુસાર વધુ ત્રણ મહિના એટલે કેકુલ ૬ મહિના સુધી જો કોઈ લોનનાં હપ્તા ન ભરવા માંગે તો બેંકે તેને છૂટ આપવાની રહેશે. અને તેનો કોઈ વધારાનો ચાર્જ પણ નહી વસુલી શકાઈ ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચથી મે મહિના સુધી હપ્તો ન ભરીશકે તેવા વ્યકિતનો સીવીલ સ્કોર ખરાબ ન થાય તેમજ તેને બીજા કોઈ પેનલ્ટી ન ભરવી પડે તેસુનિશ્ર્ચિત કરવા આરબીઆઈએ બેંકોને આદેશ કર્યો છે. જોકે જેટલા મહિના કોઈ વ્યકિત હપ્તા ના ભરે તેનું તેને વ્યાજતો ચૂકવું જ પડશે. તેવી માહિતી તેને જેતે બેંકમાં લોન ચાલુ છે.તેજ આપી શકશે.

સાથોસાથ આરબીઆઈએ વ્યાજનો દર ૪૦ બેઝીસ પોઈન્ટ ઘટાડયો છે. આ ઘટાડા સાથે વ્યાજ દર ૪.૪૦એથી ઘટક્ષને હવે ૪ ટકા થઈ ગયો છે. આમ જેમની હાલ લોન ચાલતી હોઈ તે લોકોને પણ મોટી રાહત મળશે જોકે તેનો સંપૂર્ણ આધાર રેપોરેટમાં થયેલા ઘટાડાનાં કેટલા ટકા ઘટાડો બેંકો ગ્રાહકોને આપે છે.

તેના પર રહેશે. અગાઉ એવું ઘણીવાર બની ચૂકયું છે કે જયારે આરબીઆઈએ વ્યાજદર ઘટાડયો હોઈ ત્યારે બેંકોએ તેનો લાભ ગ્રાહકોને ન આપ્યો હોઈ હવે ઘણી બેંકો રેપો રેટ સાથે લીંક હોમ લોન પણ ઓફર કરી રહી છે. ત્યારે તેના ગ્રાહકોને વ્યાજદરનાં ઘટાડાનો લાભ ત્વરીત મળી શકે છે.

લોકડાઉનનાં કારણે ભારતનાં અર્થતંત્રને ગંભીર ફટકો પડશે અને ઈડીપી ગ્રોથરેટ નેગેટીવ થશે તેવા મૂલ્યાંકનને ફગાવી દેતા આરબીઆઈનાં ગર્વનર શકિતકાંત દાસે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં મધ્યભાગ સુધીમાં અર્થતંત્રને પાટે ચડાવવાની આશા વ્યકત કરી છે. ફુગાવા અંગે આરબીઆઈનાં ગવર્નરે જણાવ્યું હતુ કે તે હાલ અનિશ્ર્ચિતતા ભર્યો રહેશે અને ઓકટોબર બાદ હળવો થઈ શકે છે.

બીજી તરફ આરબીઆઈ એ હપ્તો ભરવામાંથી અપાયેલી છૂટને વધુ ત્રણ મહિના લંબાવતા બેંકે શેરમાં જોરદાર કડાકો બોલાવ્યો હતો. આરબીઆઈનાં ગર્વનરની જાહેરાત સાથે જ શેર બજાર પડવાનું શ‚ થયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.