બેંક ડાયરેક્ટરો સાથે યોજાયેલી કોન્ફરન્સમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે નિર્ણય લીધો
બેંકો માંથી લોન લેનાર ની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ સામે એનપીએ ના કિસ્સાઓ પણ સતત વધારો નોંધાયો છે. ત્યારે બેંકો પોતાની બેલેન્સ શીટ ચોખી રાખે તે માટે વન ટાઈમ સેટલમેન્ટ માટે ની છૂટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જેતે બેંકના ડાયરેક્ટરોને સોંપી દીધી છે. એટલું જ નહીં હવે નાદારી કેસોનું સેટલમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા જ કરવામાં આવશે તેવું આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું. આરબીઆઈ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરશે કારણ કે હવે જે લોકોને આપવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે બેંકોએ સ્વીકારવી પડશે પરિણામ સ્વરૂપે જે એનપીએના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ના આવે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે નિર્ણય લીધો તેનાથી એ જવાબદારી પણ જે તે બેંકના કર્મચારીઓ ઉપર ફિક્સ કરવામાં આવી છે કે આ પ્રકારના જોકેસ તેમની પાસે આવે તો તેની ગંભીરતા તેઓ દાખવે અને તેની જવાબદારી પણ સ્વીકારે. અત્યારે જે નાદારી ના કહેશો નોંધાય છે તેના ઉપર સીધી જ ફોજદારી કરવામાં આવે છે પરંતુ હવે બેંકના બોર્ડ ડાયરેક્ટર આ વિષય ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ જ જે તે લેણદારને નાદાર છે કે કેમ તે અંગેનો નિર્ણય લેશે અને તેઓને વન ટાઈમ સેટલમેન્ટ માટેની પણ તક આપવામાં આવશે આ કામગીરી કર્યા બાદ બેંકો નીચે બેલેન્સ શીટ છે તે પણ ચોખી રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને રાહત આપતાં કહ્યું કે, બેંકો લોન ડિફોલ્ટ પર લાદવામાં આવેલા દંડને કેપિટલાઈઝ કરી શકશે નહીં. અત્યાર સુધી, લોન ડિફોલ્ટના કિસ્સામાં, પેનલ્ટી ફી બેંકો દ્વારા મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે, બાદમાં બેંકો તે રકમ પર વ્યાજ પણ વસૂલે છે. પરંતુ આરબીઆઈ દ્વારા બેંકોને આપવામાં આવેલા આદેશ બાદ હવે ગ્રાહકોને રાહત મળશે.આરબીઆઈના નવા નિયમ મુજબ હવે બેંકે પેનલ્ટી ફી અલગથી વસૂલ કરવી પડશે અને તેને બાકી મુદ્દલમાં ઉમેરવામાં આવશે નહીં. રિઝર્વ બેંકનું આ પગલું લોન ડિફોલ્ટના કિસ્સામાં ગ્રાહકો પર વસૂલવામાં આવતા વધારાના વ્યાજને રોકવામાં મદદ કરશે.
આરબીઆઇની હાલની માર્ગદર્શિકા હેઠળ, ધિરાણકર્તાઓને પેનલ્ટી ફીની વસૂલાત માટે બોર્ડ દ્વારા માન્ય નીતિનો અમલ કરવાની સ્વતંત્રતા છે. કેન્દ્રીય બેંકે આ પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે ડ્રાફ્ટ જારી કર્યો છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે દંડ લાદવાનો હેતુ લોન લેનારાઓમાં ક્રેડિટ શિસ્તની ભાવના પેદા કરવાનો અને ધિરાણકર્તાને યોગ્ય વળતર આપવાનો છે. તે વધુમાં જણાવે છે કે પેનલ્ટી ફી કોન્ટ્રાક્ટેડ વ્યાજ દર ઉપરાંત કમાણીનું સાધન નથી. આરબીઆઈ ડ્રાફ્ટ જણાવે છે કે પેનલ્ટી ચાર્જ વસૂલવાનો હેતુ ઉધાર લેનારાઓમાં ક્રેડિટ શિસ્તની ભાવના કેળવવાનો અને ધિરાણકર્તાઓને યોગ્ય વળતર આપવાનો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે પેનલ્ટી ચાર્જ એ કોન્ટ્રાક્ટેડ વ્યાજ દર કરતાં વધુ કમાણીનું સાધન નથી.