પ્રમુખ સહિત સોળેય હોદાઓ પર સોળેય કળાએ ખીલતું આરબીએ પેનલ

કોર્ટ સંકુલમાં મોડીરાત સુધી આરબીએ પેનલના વિજયોત્સ મનાવવા સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઢોલ વગાડયા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત પુરેપુરી પેનલ વિજય બની આરબીએ પેનલ ઇતિહાસ રચી દીધો છે. બારની ચૂંટણી જાહેર થઇ ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપના જ બે જૂથ્થ ચૂંટણી લડવા આમને સામને આવ્યા હતા. આરબીએ અને એક્ટિવ પેનલ વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી જંગ રસાકસી ભર્યો બની રહેશ તેમ જણાતુ હતું પરંતુ મોડી સાંજે મત ગણતરી શરૂ થઇ ત્યારે પ્રથમ રાઉન્ડથી જ આરબીએ પેનલ આગળ રહી હતી. આરબીએ પેનલને રાતે વિજેતા જાહેર કરવામાં આવી તે પૂર્વે જ આરબીના ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કોર્ટ સંકુલમાં મોડીરાત સુધી ફટાકડા ફોડયા હતા. ઢોલ વગાડી જીતનો જશન મનાવ્યો હતો.

રાજકોટ બારની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીનો જંગ જીતવા માટે આરબીએ અને એક્ટિવ પેનલ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. બુધ્ધીજીવી વકીલોએ પણ પુરી ગણતરી સાથે મતદાન કરી પુરેપુરી આરબીએ પેનલને વિજય બનાવી ઇતિહાસ રચી દીધો છે. આરબીએ પેનલની જીતને વધાવવા માટે સિનિયર એડવોકેટ અને ભાજપ લીગલ સેલના સહ સયોજક અનિલભાઇ દેસાઇ, પિયુશભાઇ શાહ, સંજયભાઇ વ્યાસ, કમલેશભાઇ શાહ, પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ, શ્યામલભાઇ સોનપાલ, પરેશભાઇ મારૂ, અશોકસિંહ વાઘેલા, રૂપરાજસિંહ પરમાર, અજયભાઇ જોષી, અશ્ર્વિન મહાવીયા, અશ્ર્વિનભાઇ ગોસાઇ, મનોજભાઇ તંતી અને ભગીરથસિંહ ડોડીયા સહિતના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આરબીએ પેનલને વિજેતા જાહેર કરવામાં આવી ત્યારે તેમના સમર્થક દ્વારા જીતને બારની ગરીમા અને પ્રતિષ્ઠા વધે તેવી વિજેતા પેનલ ગણાવવામાં આવી રહી છે.

પ્રમુખ મળેલા મતો
લલિતસિંહ શાહી 1099
બકુલ રાજાણી 886
નરેન્દ્રસિંહ જાડેજા 92
હરિસિંહ વાઘેલા 7
ઉપપ્રમુખ 
નલીનકુમાર પટેલ 1300
કિશન વાલવા 730
સેક્રેટરી 
દિલીપભાઇ જોષી 1252
યોગેશભાઇ ઉદાણી 751
જોઇન્ટ સેક્રેટરી 
જયેન્દ્રસિંહ રાણા 940
વિરેન વ્યાસ 674
વિકાસ શેઠ 233
મોહિત ઠાકર 174
ટ્રેઝરર 
કિશોર સખીયા 1002
નિરવ પંડ્યા 212
સુમિત વોરા 727
નયનેશ ઠક્કર 102
લાયબ્રેરી સેક્રેટરી 
જયુભાઇ શુક્લ 1253
અજય પીપળીયા 794
મહિલા કારોબારી 
રજનીબા રાણા 949
નિશા લુણાગરીયા 767
અરૂણાબેન પંડ્યા 157
ભાવનાબેન વાઘેલા 80
કારોબારી સભ્ય 
ગિરીશભાઇ ભટ્ટ 1090
જયંતકુમાર ગાંગાણી 1133
તુલસીદાસ ગોંડલીયા 1281
જીગ્નેશ જોષી 1334
મહર્ષિભાઇ પંડ્યા 1153
નૃપેન ભાવસાર 748
વિમલકુમાર ડાંગર 647
વિજય જોષી 246
વિશાલ જોષી 557
રમેશભાઇ કાપડીયા 583
અભય ખખ્ખર 654
બિપીન કોટેચા 966
બિપીન મહેતા 1006
કલ્પેશ નશીત 688
ધર્મેશ પરમાર 487
અનિલ પરસાણા 245
ગૌતમભાઇ રાજ્યગુરૂ 210
જી.એલ. રામાણી 1078
પિયુષ સખીયા 762
વિવેક સાતા 708
શૈલેષ સુચક 194
જી.આર. ઠાકર 1016

આર.બી.એ. પેનલને શુભેચ્છા પાઠવતાં દિલીપ પટેલ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આર.બી.એ. પેનલને બહુમતી સાથે વિજય હાંસલ કરવા બદલ પ્રમુખ લલિતસિંહ શાહી સહિતના હોદ્ેદારોને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યાં છે તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તે માટે પ્રાથમિક અગ્રતા આપવા આર.બી.એ.ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અગ્રતા આપે તેમજ વકીલોના હિતલક્ષી કાર્યક્રમો માટે બાર એસોસિએશન કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

 

આરબીએ પેનલની જીતના પડદા પાછળના મુખ્ય હીરો

શ્યામલ સોનપાલ, પરેશ મારૂ અને વિશાલ ગોસાઇએ આરબીએ પેનલની જીતને રાજકોટ બારની જીત ગણાવી

સમગ્ર ગુજરાતમાં રાજકોટ બાર એસોસિએશનની ગરીમા અને પ્રતિષ્ઠાનો ગૌરવવંતો ઇતિહાર રહ્યો છે. પરંતુ કમનશીબે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ બાર એસોસિએશનમાં પક્ષાપક્ષિ, જ્ઞાતિવાદ, જુથવાદ અને ગંદી રાજનીતીના કારણે રાજકોટ બારની આબરૂનું ધોવાણ થયું હોવાથી સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ એક મંચ પર આવી ફરી રાજકોટ બાર એસોસિએશનની ગરીમા વધારવા બનાવવામાં આવેલી આરબીએ પેનલના ભવ્ય જીતના પડદા પાછળના અસલી હીરો શ્યામલ સોનપાલ, પરેશ મારૂ અને વિશાલ ગોસાઇ રહ્યા છે.

આ ત્રણેય ધારાશાસ્ત્રીઓએ સિનિયર-જુનિયર એડવોકેટ, જુદા જુદા વકીલ મંડળો અને જ્ઞાતિના સંગઠનોને મળી સારી પ્રતિભા ધરાવતા તેમજ સિનિયર-જુનિયર ધારાશાસ્ત્રીના પ્રશ્ર્નોના યોગ્ય નિરાકરણ માટે અહંમ ભૂમિકા ભજવી શકે તેવા ઉમેદવારોની પેનલ બનાવવા કરેલા પ્રયાસની ફળશ્રૃતિ સ્વરૂપે આરબીએ પેનલ તૈયાર થઇ અને આખે આખી પેનલને જીત અપાવવા શ્યાલમ સોનપાલ, પરેશ મારૂ અને વિશાલ ગોસાઇએ પોતાના માથે જવાબદારી લઇ લીધી હતી.

તેઓને બિમલ જાની, ભગીરથસિંહ ડોડીયા, દિલેશ શાહ, જયેન્દ્રભાઇ ગોંડલીયા, અભિષેક શુકલા, સંદિપ વેકરીયા સહિતના ધારાશાસ્ત્રીઓનો સંપૂર્ણ સહકાર મળતા પુરેપુરી આરબીએ પેનલને વિજય બનાવવાનું ભગીરથ કાર્ય પાર પાડયું છે. આરબીએ પેનલના વિજેતા ઉમેદવારોની સાથે સોનપાલ, મારૂ અને ગોસાઇની ત્રિપૂટી વકીલો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહ્યા છે.

બારના સિનિયર-જુનિયર વકીલોનો આભાર માનતા પરકીન રાજા

રાજકોટ બાર એશોસીએશનની ચુંટણીમાં સર્વ-સ્વિકૃત  આરબીએ પેનલ નો દરેક પોસ્ટ પર જંગીબહુમતી થી વિજય  થયો છે. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય  અને રાજકોટ બાર એશોસીએશન ના પુર્વ કારોબારી સભ્ય એડવોકેટ પરકીન રાજા એ એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ બાર એશોસીએશન ની અસ્મિતા તથા ગૌરવનુ પુન:સ્થાપન થયુ છે.

સતા મંડળમાં સક્ષમ વ્યકિતત્વ ના આવવાથી રાજકોટ બાર ને આવનારા દિવસોમાં મજબૂત નેતૃત્વ મળશે અને નવોદીત તથા જુનિયર એડવોકેટ મિત્રો ને સાચા રાહબર મળ્યા છે   રાજકોટ બાર એશોસીએશન ના તમામ સિનિયરો અને જુનિયર એડવોકેટ મિત્રો નો આરબીએ પેનલ ને જંગી બહુમતીથી ચુંટી કાઢવા બદલ હ્રદયપુર્વક આભાર વ્યકત કર્યો છે.

બારની ચૂંટણીમાં ખોબલે-ખોબલે મત આપવા બદલ વકીલોનો આભાર માનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ

બાર એસોસિએશનની ચૂંટણીમાં ઇતિહાસ રચાયો છે. પ્રથમ વખત સિનિયર વકીલોની આખી પેનલ ચૂંટાઈ છે.  બારની ચૂંટણીમાં ખોબલે – ખોબલે મત આપવા બદલ તમામ સિનિયર ,જુનિયર વકીલોનો અને જુદા જુદા બારનો આરબીએ પેનલના ચૂંટાયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ આભાર વ્યક્ત કર્યો છે.બારનું સુકાન સિનિયર વકીલોને જ સોંપવા ચૂંટણી પહેલા જ વકીલો દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી. જેમાં તમામ વકીલોને સહમત કરવા માટે બેઠકો કરાઈ હતી. છતાં સાનુકૂળ સ્થિતિએ સહમતી ન સંધાતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સામે હરીફોએ પેનલ ઉભી રાખી હતી. તેમ છતાં વકીલોએ મન મનાવી લીધું હતું.જેથી આરબીની આખી પેનલ ચૂંટાઈ આવી છે.

જાળવ્યા સંસ્કાર, સિનિયરોનું સન્માન વધાર્યું છે.આવી ભવ્ય જીત અપાવી જુનિયર વકીલોએ ’વકીલ વંદના’ કરી છે. ત્યારે વિજેતા થયેલા તમામ ઉમેદવારોએ સિનિયર – જુનિયર વકીલો તેમજ ચૂંટણીમાં સમર્થન આપનાર ક્રિમિનલ બાર, લેબર બાર, ક્ધઝ્યુમર બાર, રેવન્યુ બાર, એમએસીપી બાર, મહિલા બાર, લોયર સ્પોર્ટ ફાઉન્ડેશન, યુનિટી ઓફ લોયર્સ, યુવા લોયર્સ એસોસિએશન, ફેમિલી કોર્ટ એસોસિએશન તેમજ જુદા – જુદા જ્ઞાતિ – સમાજના એડવોકેટનો આભાર વ્યક્ત કર્યો છે.

આ સાથે ચૂંટણી દરમિયાન આરબીએ પેનલનો વિજય  માટે સતત માર્ગદર્શન આપી રહેલા સિનિયર ધારાશાસ્ત્રીઓ અનિલભાઈ દેસાઈ, પીયૂષભાઈ શાહ, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, કમલેશભાઈ શાહ, દિલેશભાઈ શાહ, કેતનભાઈ ગોસલીયા, સુરેશભાઈ ફળદુ, ભગીરથસિંહ, રૂપરાજસિંહ, રાકેશભાઈ ગોસ્વામી, રક્ષિતભાઈ કલોલા, અશ્ર્વિન મહાલીયા, ચેતનાબેન કાછડીયા અને  રેખાબેન લીંબાસીયા સહિત તમામ વકીલોનો આભાર વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.