મોલેકયુલર ટેકનોલોજીની મદદથી દર્દીઓના રોગોનું કરાશે સચોટ નિદાન
વિશ્વમાં વિજ્ઞાનની દરેક દિશામાં પ્રગતિ થઈ રહી છે. નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. આવી જ એક દિશા મોલેકયુલર બાયોલોજી છે. મોલેકયુલર બાયોલોજીમાં, સેલનું અનેકગણું વિભાજન કરવામાં આવે છે. સેલના આર.એન.એ, ડીએનએ, જીન્સ પ્રોટીન્સને છુટા પાડવામાં આવે છે અનેકગણા વધારવામાં આવે છે. તેનાથી નિદાન અને સારવારની ચોકકસ દિશા મળવાની શકયતા વધી જાય છે. દર્દનું ઉદભવ સ્થાન શોધી શકાય છે. આ વિજ્ઞાનને મોલેકયુલર બાયોલોજી કહેવાય છે.
કોઈપણ જાતની નવી ટેકનોલોજી રાજકોટમાં સર્વપ્રથમ લાવવાની પ્રણાલી આર.બી.કોઠારી નિદાન કેન્દ્રએ જાળવી રાખી છે. મોલેકયુલર ટેકનોલોજી પણ તદન નવી ટેકનોલોજી છે. ગુજરાતમાં તેનો પ્રસાર અને પ્રચાર નહિવત જેવો છે. સારવારની નવી નવી દિશાઓ ખુલી જશે.
કઈ દવા, કેટલા પ્રમાણમાં કયાં દર્દી ઉપર અસર કરશે તે પણ જાણી શકાશે અને અતિ ગંભીર ગણાતા દર્દના દર્દીઓને સાચા, સચોટ અને ત્વરીત નિદાન અને સાચી દિશાની સારવારથી બચાવી શકાશે. આ મશીન ફેફસાના ૪૫, આંતરના ૧૮, જનેન્દ્રીયના ૧૨, આંખના ૪ વાઈરલ, લીવરના બીસીઈ વાયરલ, મેનિન્જાઈટીસના ૨૨, ટ્રોપીકલ ફીવર્સના ૩૬, પીડીયાટ્રીકસના ૩૦ ઉપરાંત, વાઈરલ, બેકટેરીયલ, ફન્ગલ કે પેરેસીટીક દર્દોના ૯૭.૪ ટકા સુધી સાચા નિદાનો વધુ ઝડપથી કરી શકે છે.
આ પ્રકારની મોલેકયુલર ટેકનોલોજી ધરાવતું વિશ્વ વિખ્યાત સીમેન્સ કંપનીનું વેરસેન્ટ કેપીસીઆર સેમ્પલ પ્રીપેરેશન સીસ્ટમ કેપીસીઆર એમ્પ્લીફીકેશન/ ડીટેકટ કયુએસફાઈવ ડીએકસ ઈકવીપમેન્ટ, ફુલી, ઓટોમેટીક મશીન ૧,૧૨,૦૦૦,૦૦/-ના ખર્ચે આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં વસાવવામાં આવનાર છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ પ્રકારનું સાધન સર્વપ્રથમ છે. મલ્ટીસ્પેશ્યાલીટી અને આધુનિક કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ આની જરૂર પડશે.
આ સાધનને ઈનસ્ટોલ કરવામાં પણ કંપનીએ આપેલા નકશા મુજબ કોઈપણ જાતની છુટછાટ લીધા વિના અક્ષરસ: પાલન કરી, કોઈ રજ કે બેકટીરીયા અંદર ન જાય, તેમાં અંદર દાખલ થનાર વ્યકિતપણ સંપૂર્ણપણે હાઈજીનીકલી સુસજજ હોવી જોઈએ.
આમાં વપરાતા રીજેન્ટસ પણ અત્યંત મોંઘા, હાઈલી સેન્સીટીવ, શોર્ટ એકસપાયરીવાળા હોવાથી દરેક ટેસ્ટની કિંમત ઘણી ઉંચી જાય છે. સાધનની કિંમત, ઈન્ફ્રાસ્ટ્રકચરની કોસ્ટ, રીએજન્ટના ભાવ, બધુ ઉમેરતા, ટેસ્ટસ મોંઘા પડે, પણ એની જરીયાત જોતા, આ પ્રકારની સગવડ, રાજકોટમાં જરી હતી.
આર.બી.કોઠારી નિદાન કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટીઓ રમણીકભાઈ જસાણી, ડો.ભુપેન્દ્ર કામદાર તથા નિરંજનભાઈ દોશીએ હંમેશા ભવિષ્યનો વિચાર કર્યો છે. ઓછા ભાવે શ્રેષ્ઠ પરીક્ષણનો અભિગમ સ્થાપક ટ્રસ્ટી સ્વ.રમણિકલાલ ભાયચંદ કોઠારી તથા સ્વ.રેવાકુંવરબેન કોઠારીનો હતો, જે અત્યાર સુધી અવિરતપણે મેનેજીંગ ટ્રસ્ટીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યો છે.
સારી, શ્રેષ્ઠ છતા સસ્તી સુવિધાઓના અભાવે, સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને દુ:ખી થતા નિહાળી, દ્રવિત થતા આર.બી.કોઠારી નિદાન કેન્દ્રના મુખ્ય દાતાઓ, રમણિકલાલ કોઠારી, અશ્વીનભાઈ નેણસી, નાગરદાસ તથા ખીમજીભાઈના માતબર મુખ્ય દાનના પ્રવાહથી આર.બી.કોઠારી નિદાન કેન્દ્રની પ્રવૃતિઓ ચાલી રહી છે. આ પ્રવૃતિઓ માટે મેનેજીંગ ટ્રસ્ટીઓ રમણિકભાઈ જસાણી, ડો.ભુપેન્દ્ર કામદાર તથા નિરંજનભાઈ દોશી પોતાનું યોગદાન આપી રહ્યા છે.