બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ ‘રાઝી’ મે મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગત કેટલાક સમયથી ચર્ચામાં છે અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ઘણી ભૂમિકાઓમાં જોવા મળી રહી છે અને આ બધી ભૂમિકાઓને એક વ્યક્તિ તરીકે ભજવતાં જોવી ખૂબ રસપ્રદ રહેશે. જોકે આ ફિલ્મમાં આલિયા એક પુત્રી, પત્ની અને જાસૂસ તરીકે જોવા મળશે.
આ ફિલ્મની કહાણી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની કહાણી હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર આધારિત છે અને ફિલ્મની કહાણી રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરી ‘સહમત’નું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે.
આલિયા ભટ્ટ પાકિસ્તાનના આર્મી ઓફિસર ( વિકી કૌશલ ) ની પત્ની છે અને ભારતીય જાસૂસ પણ છે . ટ્રેલરમાં આલિયા ભટ્ટના 3 અવતાર જોવા મળે છે , એક સારી દીકરી , પર્ફેક્ટ વાઈફ અને નીડર જાસૂસ . આપણે એવા અનેક લોકોની વાતો સાંભળીએ છીએ , વાંચીએ છીએ જેમણે દેશ માટે લડત કરી અને પોતાનો જીવ ગુમાવ્યો . ત્યારે અનેક લોકો એવા પણ છે જેમણે બલિદાન તો આપ્યા પણ તેમનું નામ ગુમનામ જ રહી હયું .