પૂર્વ નાણા સચિવ અશોક લવાશા બન્યા ચુંટણી કમિશનર: ઓ.પી.રાવત ૨૩ જાન્યુઆરીથી સંભાળશે સીઈઓનો ચાર્જ
નવા મુખ્ય ચુંટણી કમિશનર તરીકે ઓમપ્રકાશ રાવતની નિમણુક કરાઈ છે. જેઓ ૨૩ જાન્યુઆરીથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ સાથે પુર્વ નાણા સચિવ અશોક લવાશાને નવા ચુંટણી કમિશનર બનાવાયા છે. કાનુન મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે રીટાયર્ડ થનાર અચલ કુમાર જોતીની ઓમ પ્રકાશ રાવત જગ્યા લેશે અને ૨૩મી જાન્યુઆરી મંગળવારે પોતાનો ચાર્જ સંભાળશે. હાલ ઓમ પ્રકાશ રાવત ચુંટણી કમિશનર છે.
૬૪ વર્ષીય ઓમ પ્રકાશ રાવત મધ્યપ્રદેશ કૈડરના ૧૯૭૭ની બેંચના રીટાયર્ડ આઈએએસ અધિકારી છે. તેમણે ભૌતિકમાં બીએસસી અને એમએસસીનો અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત ઓમ પ્રકાશ રાવત બ્રિટનથી સામાજીક વિકાસ યોજનામાં પણ પોસ્ટ ગ્રેજયુએટ છે. જયારે હવે તેઓ ૨૩મી જાન્યુઆરીએ દેશના નવા મુખ્ય ચુંટણી કમિશનરનો ચાર્જ સંભાળશે.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૫માં ઓગસ્ટ માસમાં ઓ.પી.રાવતની ચુંટણી કમિશનર તરીકે નિમણુક કરાઈ હતી. ૬૪ વર્ષના ઓ.પી.રાવત કેન્દ્ર સરકાર સહિત ઘણા રાજયોમાં પોતાની સેવા આપી ચુકયા છે. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ સહિત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ટ્રાઈવલ વેલફેરમાં પણ મુખ્ય સચિવનો પદભાર સંભાળી ચુકયા છે.
આ ઉપરાંત મેં ૧૯૯૪માં ઓ.પી.રાવત સાઉથ આફ્રિકામાં યુનાઈટેડ નેશનની ચુંટણીમાં પણ નિરીક્ષક તરીકે નિમાયા હતા.