હળદર કાચી હોય કે સૂકી બંનેમાં મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. હળદરમાં મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, સોડિયમ, ઝિંક, આયર્ન, કોપર, પોટેશિયમ, ફાઈબર, વિટામિન બી3, બી6, કોલિન, ફોલેટ, વિટામિન સી, વિટામિન એ જોવા મળે છે.
હળદરમાં કરક્યૂમિન હોય છે. આ એક એવું બાયોએક્ટિવ તત્વ હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. કાચી હળદરનું સેવન તમે પ્રોપર અને સાચી રીતે કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આમ, તમને જણાવી દઇએ કે કાચી હળદર લિવરમાં જામેલા ફેટને ડિટોક્સ કરવા માટે સૌથી બેસ્ટ છે.
દરરોજ આપણું શરીર અનેક પ્રકારનું ફેટ પ્રોડક્શન કરે છે જેમાં ટ્રાન્ટ ફેટ લિવર સેલ્સમાં જમા થઇ જાય છે. આનાથી થાય છે એવું કે લિવરના કામ-કાજ પર અસર થાય છે જેના કારણે કોશિકાઓને નુકસાન થાય છે. આ સાથે અનેક ટોક્સિક વસ્તુઓ ઝડપથી વધવા લાગે છે જેના કારણે પાચન ક્રિયા પ્રભાવિત થાય છે. એવામાં તમે કાચી હળદરનું સેવન કરો છો તો સૌથી બેસ્ટ છે.
નિયમિત રીતે કાચી હળદરનું સેવન કરવાથી પિત્તના ઉત્પાદનમાં સુધારો થાય છે જેના કારણે પાચન સારું થાય છે. કાચી હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કરક્યૂમિન કોશિકા ક્ષતિથી બચાવે છે. આ લોહીમાં વિષાક્ત પદાર્થોને ખતમ કરીને નેચરલ પ્યૂરિફાયરના રૂપમાં કામ કરે છે. નોન આલ્કોહોલિક ફેટી લિવર રોગથી પીડિત લોકો માટે કરક્યૂમિન લિવરમાં સોજો અને ફેટને ઓછુ કરવામાં મદદરૂપ છે.
1. બ્લડ પ્રેશર માટે
હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓથી પીડિત લોકો માટે પણ હળદર ફાયદાકારક છે. આ બંને સમસ્યાઓ કોલેસ્ટ્રોલના કારણે થાય છે. હળદરમાં રહેલા કર્ક્યુમિન ગુણ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
2. રોગપ્રતિકારક શક્તિ માટે
હળદરનું દૂધ અને હળદરનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિ માટે સારો છે. હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવા ઔષધિ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ અનેક રોગોથી બચી શકે છે.
3. અલ્ઝાઈમરમાં ફાયદાકારક છે
આ એક રોગ છે જે ઉંમર સાથે થાય છે. જે મગજ અને કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. હળદરનું સેવન અલ્ઝાઈમરથી પણ બચાવે છે.
4. ડિપ્રેશન માટે
હળદરનું સેવન મગજ માટે પણ સારું છે. હળદરમાં રહેલા ગુણો મૂડને સુધારે છે જેથી વ્યક્તિ ડિપ્રેશનથી બચી શકે.
5. ત્વચા માટે
હળદરમાં રહેલા ગુણો ત્વચા માટે પણ ફાયદાકારક છે. ખીલ, પિગમેન્ટેશન અને ત્વચાની અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે.
6. દાંત માટે
શ્વાસની દુર્ગંધ અથવા દાંતમાં સડો થવાની સ્થિતિમાં પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરના એન્ટીબેક્ટેરિયલ ગુણ દાંતનો સડો ઓછો કરે છે અને શ્વાસની દુર્ગંધ પણ ઘટાડે છે. તે બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે.
7. એલર્જી માટે
શરીરમાં સોજા કે કોઈપણ પ્રકારની એલર્જીથી બચવા માટે પણ હળદર ફાયદાકારક છે. હળદરના એન્ટિ-બાયોટિક ગુણો એલર્જી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. હળદરનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
8. શરદી અને ઉધરસ માટે
હળદર શરદી માટે રામબાણ છે. હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ શરદીમાં રાહત આપવામાં ફાયદાકારક છે. હળદર કફ અને લાળની સમસ્યામાં પણ અસરકારક છે.
9. ડાયાબિટીસ માટે
હળદર ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે, જે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકે છે. હળદરનું સેવન શુગરને વધતી અટકાવે છે.
10. સાંધાના દુખાવા માટે
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમારે કાચું પાણી પીવું જોઈએ. તે ક્રોનિક પીડા અને સોજો ઘટાડવાનું કામ કરે છે. આનાથી આર્થરાઈટીસનો ઈલાજ પણ કરી શકાય છે.