સામાજિક કાર્યકરોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી રજુઆત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણી વિતરણના સમયમાં અનિયમિતતાના હોવાની ફરિયાદો ઊઠી છે આ વિસ્તારના સામાજિક કાર્યકરોએ સમયસર પાણી વિતરણ કરવાની માંગ કરી છે.
સામાજિક કાર્યકરો હરીશભાઈ રાદડિયા અને જયેશભાઈ મકવાણાએ મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી કે શહેરના વોર્ડ નં.૪ માં આવેલા પરશુરામ નગર -સો ઓરડી વિસ્તારમાં પાણી વિતરણ કરવાના સમય ના ઠેકાણા જ નથી ઘણી વખત મોડી રાત્રે પાણી વિતરણ થાય છે જેથી કયારેક પાણી વેડફાય છે આથી આ વિસ્તારમાં પાણી વિતરણ કરવાનું ટાઈમ ટેબલ ગોઠવી રાત્રિના ૯ થી ૧૦ સુધીમાં પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com