રાઈટ ટુ એજયુકેશન હેઠળ માહિતી માંગવામાં આવી છતા સાચી માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરતા સરકારી અધિકારીઓ
જામકંડોરણા મા યુવાનો વડીલો અને બાળકોહરવા ફરવા માટે સરકાર દ્વારા કરોડો ના ખર્ચમાં તૈયાર કરવા આવેલા રિવરફ્રન્ટ ના કામોમાં નર્યા ભ્રષ્ટાચાર થકી સરકાર ના કરોડો રૂપિયા એળે જઈ રહ્યા છે. રિવરફ્રન્ડ કામોમાં રેતી અને સિમેન્ટ જેવી મહત્વની વસ્તુઓ ખૂબ જ નિમ્નકક્ષાની વાપરવામા આવતા કામો ખૂબ જ તકલાદી બની રહ્યા છે. તેમાં કોઈપણ પ્રકારના ધારાધોરણોને અનુસરાતા નથી અને આ કામોમાં કોઈપણ ટેકનિકલ દેખરેખ ન રહેતા કામો સાવ તકલાદી અને નિમ્નકક્ષાના બની રહ્યા છે. જે અંગે જામકંડોરણા ના જયેન્દ્રસિહ ( છઝઈં એક્ટીવિસ્ટ ) દ્વારા ૧૧/૪/૧૮ ના રોજ માહીતી માગવા આવી હતી જે અંગે યોગ્ય માહિતી ન મળતા જે ની પહેલી અપીલ ૩/૬/૧૮ ના રોજ કરવા મા આવી હતી આ માહિતી ના હજુ સુધી જવાબ અપાયા નથી
જ્યારે આવા ભ્રષ્ટાચારથી ખદબદતા કામોને અંજામ આપી રહ્યા છે ત્યારે દેખરેખ કરતા અધિકારીઓ કામના સ્થળે ફરકતા પણ નથી. અને કોન્ટ્રાકટર દ્વારા લોટ પાણી અને લાકડા જેવો ધાટ કરી જામકંડોરણા ની પ્રજા ને પધરાવી દેવા નું જબરૂ કોભાડ આચાર્ય નો ખુલ્લો આક્ષેપ જયેન્દ્રસિહ ચૌહાણ દ્વારા કરાયો છે. જે અંગે વધુ વિગત માં જણાવ્યું છે કે ધારાસભ્ય અને સાસંદસભ્ય જામકંડોરણા ના હોવા છતાં જનકલ્યાણ માટે સરકાર દ્વારા બનાવેલા રિવરફ્રન્ટ નો ઉદ્દેશય સમાજોપયોગી નથાય પરંતુ કોન્ટ્રાકટરો સરકારી નીતિનિયમો, ધારાધોરણોને નેવે મુકી ખુલ્લેઆમ કામોમાં ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાંનો દુરુપયોગી કરી પ્રજાના પસીનાથી ભરાયેલ દેશની તિજોરીને સાફ કરી રહ્યા છે. સરકારે આ બાબતને વાસ્તવમાં ગંભીરતાથી લઈને આ ભ્રષ્ટાચારીઓને સામે યોગ્ય પગલાં ભરવા અનિવાર્ય છે હાલ આ રિવરફ્રન્ટ મા ધોરાજી ના નાકે પુલ પાસે વરસાદ ના પાણી થી રોડ ધોવાઈ ગયો છે કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ બને ત્યારે શું તંત્ર આંખ ખોલશે તેવો વેધક સવાલ અંતે કર્યો હતો.