Abtak Media Google News
  • વાવણી બાદ સમયસર મેઘકૃપા વરસતા જગતાત ખૂશખૂશાલ

સૌરાષ્ટ્ર-કચ્છ બરાબરનો અષાઢી માહોલ જામ્યો છે. કચ્છ,ગીર-સોમનાથ, અમરેલી,  જૂનાગઢ સહિતના  ગામોમાં મેઘમહેરથી ધરતી પુત્રોમાં   ખુશીનો માહોલ  છવાયો  હતો રાજયમાં સવારે 6 થી રાત્રેી દરમિયાન 162 તાલુકામાં   વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલમાં લોકોમાં  પણ ખુશીની હેલી  જોવા મળી હતી. રાજયમાં મેઘ જમાવટનું  જોર યથાવત  રહેશે તેવું રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે.

માણાવદર

માણાવદરમાં ચાર કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ થયો છે ત્યારે માણાવદર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ કારણે માણાવદર શહેરનો રસાલા ડેમ  ઓવરફ્લો  થયો છે તેમજ બાટવા ખારા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલાયા છે ત્યારે બાટવા ખારા ડેમના બે દરવાજા ખોલાતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ માણાવદર તાલુકાના ચાર ગામ અને  કુતિયાણા તાલુકાના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી ફરી વળ્યા છે

 વેરાવળ

વેરાવળ સોમનાથ શહેર પંથકમાં સમી સાંજે કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાએ પધરામણી કરીને એક કલાકમાં 4 ઈંચ જેવો અનરાધાર વરસાદ વરસાવી દીધાના પગલે જોડીયા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરની મુખ્ય બજારમાં આવેલા મહાદેવના મંદિરમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘુસી જતાં પાલિકા તંત્રની બેદરકારીના પાપે ધર્મસ્થાનો અપવિત્ર બની ગયાનું જણાવી લોકો રોષ ઠાલવી રહ્યા હતા.ચાલુ વર્ષની સીઝનમાં મેઘરાજા વેરાવળ સોમનાથ શહેરથી રીસાયા હોય તેમ મનમુકીને વરસતા ન હોવાથી શહેરીજનો બફારાથી અકળાઈ ઉઠીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન આજે સાંજે છ વાગ્યાની આસપાસ અચાનક જ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય શહેર પંથક ઉપર છવાઈ ગયું હતું. મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં એક કલાકમાં 103 મીમી (4 ઈંચ) વરસાદ વરસી જતાં જોડીયા શહેરના અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સાથે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી.આજે સાંજે એકાદ કલાકમાં પડેલા 4 ઈંચ જેટલાઅનરાધાર વરસાદના પગલે બસ સ્ટેશન રોડ, સુભાષરોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ, એમજી રોડ,અનેક સોસાયટી વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈગયા હતા.

અમરેલી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના અનેક તાલુકાઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો હતો. અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો હતો. જેમાં જાફરાબાદ શહેરમાં 30 મિનિટ કરતા વધુ સમય સુધી ધોધમાર વરસાદ ખાબકતા જાફરાબાદ શહેરની મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા અને પાણી પાણી જોવા મળી રહ્યું હતું. ઉપરાંત દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો હતો. જેમાં રાજુલા જાફરાબાદ પંથકના કોવાયા, ભાકોદર, ચોત્રા, વરાહસ્વરૂપ, બાબરકોટ, મિતિયાળા, વઢેરા સહિત ગામડામાં વરસાદ સારો એવો પડ્યો હતો. કોવાયા ગામના કેટલાક માર્ગો ઉપર સૌથી વધુ પાણી ભરાયા હતા. અમરેલી તાલુકાના લાપાળીયા, મોટાગોખરવાળા, નાના ગોખરવાળા,દેવળીયા,કેરીયાચાડ સહિતના ગામોમા ધોધમાર વરસાદ પડયો હતો. ખેતરના પાણી રોડ પર ફરી વળતા મોટાગોખરવાળાથી સોનરીયા જવાનો રસ્તો થોડા સમય માટે -બંધ થયો હતો. તો લાઠીમાં પણ અનરાધાર વરસાદથી લાઠી શહેર પાણી પાણી થઇ ગયું હતું લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ગાગડિયો નદીમા પુર આવ્યા હતા માલવણ સ્થાનિક નદીઓમાં પુર આવતા પૂરના પાણી કેટલાક મકાનોમાં ઘૂસી ગયા હોવાના પણ સમાચાર હતા, તો લીલીયામાં પણ વરસાદે મંડાણ કર્યા હતા જ્યા નાવલી નદીમા પુર આવતા મુખ્ય બજારમાં નદીના પૂરથી વ્યાપારી અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો,  અમરેલી શહેરમાં પણ બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. અમરેલીના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, બગસરામાં પણ બપોરના સમયે જોરદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જયારે નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા થી લઈને પોલિસ સ્ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. અમરેલી જિલ્લામાં બપોર પછી મેઘરાજાએ આગમન કર્યુ હતું.

વાંકાનેર

વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં  અસહ્ય  બફારો  અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજે  સાત વાગ્યા આસપાસ  વાતાવરણમાં  એકાએક  પલ્ટો આવ્યા ે હતો કાળા ડીબાંગ  વાદળો વચ્ચે ભારે બિહામણા વીજળીના કડાકા ભડાકા સાથે  વરસાદ શરૂ  થતા એક કલાકમાં એક ઈંચ વરસાદ  વરસી ગયો હતો.ગ્રામ્ય વિસ્તારમાં   ચંદ્રપુર, કેરાળા, જોધપર, મહીકા, કોઠી, જાલસીકા તથા મચ્છુ ડેમ 1 સાઈડ પર  પણ સારા વરસાદના વાવડો મળી રહ્યા છે.

ધ્રાંગધ્રા

ધાંગધ્રા   અને ગ્રામ્ય વિસ્તારમાં માં માત્ર એક ઈચ જેટલો વરસાદ પડતા શહેરના મુખ્ય વિસ્તારો થયા પાણી પાણી શહેરના શક્તિ ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બોપર ના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજિત એક ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ , ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વિસ્તાર નિચાણ વાળો હોવાથી વરસાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રક્ષ્ને યોગ્ય આયોજન બધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માગ છે.ધાંગધ્રા શહેરી વિસ્તારમાં મંગળવારે બોપરે ના સમય વરસાદ વરસી હતો ત્યારે ફૂલગલી ચબુતરીયા હનુમાન નજીક એક મકાન જર્જરીત હોવાથી વરસાદ ના લીધે મકાનની દિવાલ માંથી પથ્થરો ધરાશાય થઈ રહ્યા હતા જેમાં આજુ બાજુ વિસ્તારના લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને જોતા મકાનની દિવાલમાંથી પથ્થરો ધરાસાય થઈ રહ્યા હતા જેમાં મોટી જાનહાની થતા ટળી હતી. જેમાં વિસ્તારના લોકોની માંગ છે કે પાલિકા દ્વારા મકાન માલિકને તત્કાલીક નોટિસ આપીને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા દિવાલ ઉતારવાની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

પોરબંદર

પોરબંદરના બરડા પંથકમાં આ વર્ષે મેઘરાજાએ ભીમ અગીયારસનું મુહૂર્ત સાચવ્યું હતું અને ત્યારબાદ પણ વરસાદ પડ્યો હતો, ત્યારે 10 થી 1ર દિવસના વિરામ બાદ ફરીથી આજે મેઘરાજાએ બરડા પંથકમાં મહેર કરી હતી. ખેડૂતોએ આ વિસ્તારમાં સમયસર વાવણી કરી દેતા હાલનો વરસાદ ફાયદારૂપ નીવડી રહ્રાો છે. આજે બપોર બાદ આ વિસ્તારમાં ભારે વરસાદ પડી જતા ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. તો નદી-તળાવો અને વોંકળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે. જેનો ખેડૂતોના કૂવાઓ અને બોરમાં ફાયદો મળશે. ભીમ અગીયારસ બાદ સમયસર આ ત્રીજો વરસાદ થઈ જવાથી સારા ચોમાસુ પાકની ખેડૂતો આશા સેવી રહ્રાા છે. લગભગ આજે સમગ્ર વિસ્તારમાં 1 થી 3 ઈંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો પોરબંદર શહેરમાં પણ રાત્રે મેઘરાજાએ મહેર કરી હતી જેમાં ત્રણ કલાકમાં જ શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. તેમજ શહેરીજનોને ઉકાળટમાંથી રાહત મળી હતીતો બીળ તરફ પોરબંદરના રાણાવાવ પંથકમાં પણ આજે બપોરથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ પંથકમાં પણ સમયસર વરસાદ પડી જતા ખેડૂતોને ચોમાસુ પાકમાં ફાયદો થશે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારામાંથી રાહત મળી છે. પોરબંદર માં અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ તેર ઇંચ જેટલો પડી ગયો છે તો રાણાવાવ અને કુતિયાણા પંથકમાં લગભગ 15 જેટલો મોસમનો કુલ વરસાદ પડી ગયો છે.

પોરબંદર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ થતા ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી પાણી. થઈ જતા ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોઈ તેવા દૃશ્યો.. સર્જાયા હતા ભાટિયા માં મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી ના પુર વહેતા થયા.મેઘરાજાની અડધો કલાકમાં તોફાની બેટિંગથી બજારોમાં પાણી વહેતી થઈ ગયા હતા ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા લોકોએ એક બીજાની મદદથી રેસક્યૂ હાથ ધર્યું..અવરજવર કરતા લોકોને નાળા વડે રેસક્યૂ કરી સામે કિનારે પહોંચાડવામાં આવ્યા.કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ. નું નિર્માણ થયું હતું પ્રેમસર ટંકારીયા માર્ગ પર ધસમસતા પાણીના પુર વહેતા હોઈ અવરજવર કરતા લોકોને હાલાકી પડી. હતી ભારે વરસાદના કારણે રસ્તા પરથી પુર વહેતા થયા. હતા કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ફરી એકવાર જોવા મળી છે ટંકારીયા ગામે ખાબકેલા ચાર ઇંચ થી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા હતા ટંકારીયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી તો ટંકારીયા ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા ટંકારીયા ગામે ખાતે ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું ટંકારીયા ગામની નદી તેમજ ટંકારીયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યાઅઢી કલાકમાં ખાબકેલા ચાર ઇંચ થી વધુ વરસાદના કારણે ટંકારીયામાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા સૂર્યવદર સીમ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વડીયા હતા સૂર્યવદર રાવલ ગામને જોડતા મુખ્ય માર્ગ પાસેના ક્ષેત્રો પાણીમાં ગરકાવ થયા હતા મેઘરાજાની તોફાની બેટિંગ થી સૂર્યાવદર રાવલ ગામની જોડતા મુખ્ય માર્ગ પાસેના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા તેમજ તેમજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાંથી પાણી ના પુર વહેતા થયા.રાવલ માં મેઘરાજાની તોફાની બેટિંગ થી બસ સ્ટેન્ડ સહિતના વિવિધ રસ્તાઓ પર પાણી પાણી. થઈ ગયું હતું જામ રાવલ માં માત્ર એક કલાકમાં ધોધમાર બે ઇંચ જેટલા વરસાદ ના કારણે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી..જામરાવલ ની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડ માં પાણી ઘૂસવા લાગ્યા. હતા

બગસરા

બગસરામાં ઘણા દિવસના વિરામ બાદ આજે સવારથી સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અસહ્ય બફારા બાદ આજે સવારથી જ ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે બપોર બાદ ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જ્યારે નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા થી પોલિશ સ્ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના હિસાબે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ગોંડલીયા ચોક શાકમાર્કેટ ખાડીયા વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતા

ધોરાજી

ધોરાજીમાં એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદ ને કારણે શહેર ભર ના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા ધોરાજીના ચકલા ચોક ત્રણ દરવાજા વોકળા કાંઠા  વિસ્તારમાંમાં વરસાદી પાણી ભરાયા હતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના હોવાને કારણે શહેરભરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાયા હતા.નગર પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી પર સવાલો ઉઠયા છે.

  • સૌરાષ્ટ્રના દરિયા સમા ભાદર ડેમમાં નવા 1.25 ફુટ પાણીની આવક
  • ર4 જળાશયોની જળસપાટીમાં વધારો નોંધાયો: મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરતાં જળ વૈભવ વઘ્યો

એકાદ સપ્તાહના વિરામ બાદ મંગળવાર બપોરે બાદ મેઘરાજાએ ફરી અષાઢી અંદાજ દેખાડયો હતો. સૌરાષ્ટ્રમાં સચરારાર હળવા ઝાપટાથી લઇ સવા પાંચ ઇંચ સુધી વરસાદ વધી જવાના કારણે ભાદર સહિતના ર4 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જુનાગઢ જીલ્લાનો ખારો ડેમ ઓવર ફલો થઇ ગયો છે. સૌરાષ્ટ્રના દરિયા સમા ભાદર ડેમમાં નવું 1.25 ફુટ પાણી આવ્યું છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ ના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન ર4 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. કુલ લેવલ જાળવી રાખવા માટે હાલ ચાર જળાશયોના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે ઉમિયા સાગર ડેમ 0.4 મીટરની સપાટીએ ઓવરફલો થઇ રહયો છે.

ભાદર ડેમમાં નવું 1.25 ફુટ પાણી આવ્યું છે. 34 ફુટે ઓવર ફલો થતાં ભાદરની સપાટી હાલ 12.10 ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ 653 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના ફોફળ ડેમમાં 1.71 ફુટ, આજી-3 ડેમમાં 1.44 ફુટ, ડોડી ડેમમાં 9.35 ફુટ, ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી ડેમમાં 1.97 ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના જળાશયોમાં 27.72 ફુટ પાણી સંગ્રહિત છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 2.23 ફુટ નવુ પાણી આવ્યું છે. આ ઉપરાંત મચ્છુ-ર ડેમમાં 1.51 ફુટ, ડેમી-1 ડેમમાં 0.46 ફુટ અને ડેમી-ર ડેમમાં 2.46 ફુટ પાણી આવ્યું છે. મચ્છુ-3 ડેમનો 1 દરવાજાો 0.25 મીટર ખુલ્લો છે. જીલ્લાના 10 જળાશયોમાં 22.24 ફુટ પાણી સંગ્રહિત છે. જામનગર જિલ્લાના ફોફળ-ર ડેમમાં 1.51 ફુટ, રંગમતિમાં 7.55 ફુટ, ફુલઝર (કોબા)માં 0.23 ફુટ અને રૂપાવટીમાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. ફુલઝર ડેમમાં ર દરવાજા 0.3 મીટર ખુલ્લા છે.

ઉમીયા સાગર ડેમના બે દરવાજા 0.4 મીટર ખુલ્લા છે. જામનગર જીલ્લાના 21 ડેમમાં 22.61 ટકા પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા ઘી ડેમમાં 1.64 ફુટ, વર્તુ-1 ડેમમાં 1.31 ફુટ, શેઢા ભાડથરી ડેમમાં 2.13 ફુટ, વેરાડી-1 માં 3.77 ફુટ, કાબરકામાં 0.49 ફુટ, વેરાડી-રમાં 1.31 ફુટ, અને મીણસાર (વાનવડ)માં 2.13 ફુટ પાણીની અવાક થવા પામી હતી. દ્વારકા જીલ્લામાં 8.69 ફુટ પાણી સંગ્રહિત છે.

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા) માં 0.10 ફુટ, વઢવાણ ભોગાવો-ર (ધોળી ધજા)માં 1.77 ફુટ, મોરસલ ડેમમાં 0.82 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના 11 ડેમમાં 26.82 ટકા પાણી સંગ્રહિત છે. એક સપ્તાહ સુધી વિરામ લીધા બાદ મેઘરાજાએ મહેર ઉતારતા જગતાતમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.

13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ફરી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ચાર, મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં જેમાં સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 17 થી 24 જુલાઇ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ ખાબકશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના

રાહત કમિશનર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોંચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્ાવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આઇએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી 14 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફ-એસડીઆરએફ ટીમનું જિલ્લાઓ ખાતે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે અને રાહત બચાવની કામગીરી કરવા સૂચના અપાઇ છે તેમજ આરોગ્ય વિભાગ સાથે ઋતુજન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી. શહેરી વિકાસ વિભાગ અને પાણી પૂરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી તેમજ બેઠકમાં હાજર રહેલ નોડલ અધિકારીઓને સંભવિત: ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ અપાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.