પુરૂષોતમ મહિનામાં રવિ પુષ્યામૃત યોગ ધર્મ, દાન, પૂજા અને ખરીદી માટે ખૂબ મહત્વનો
અધિક આસો વદ નોમને રવિવાર તા.૧૧ના દિવસે રવિ પુષ્યામૃત યોગ છે. પુરૂષોતમ મહિનામાં રવિ પુષ્યામૃતયોગનું મહત્વ અનેક ગણું વધારે છે.
પુષ્ય નક્ષત્રના ગ્રહોમાં સ્વામી શની છે. શની આધ્યાત્મીક અને ધર્મનો કારક ગ્રહ છે. આથી પુરૂષોતમ મહિનામાં રવિ પુષ્યામૃત યોગ ધર્મ,દાન, પુજા અને ખરીદી માટે મહત્વનો છે.
રવિવારે સવારે સૂર્યોદયથી એટલે કે સવારે ૬.૪૨ થી રાત્રીનાં ૧.૧૭ સુધી રવિ પુષ્યામૃતયોગ છે. આ દિવસે નવાવાહનની ખરીદી કરવી જમીન, મકાનના સોદો કરવો, સોના ચાંદીની ખરીદી કરવી. જીવન જરૂરી સામાનની ખરીદી કરવી શુભ ગણાશે.
તે ઉપરાંત મંત્ર સિધ્ધિ પુજા પાઠ માટે આ દિવસ ઉત્તમ છે. પોતાની ઈષ્ટદેવ કૂળદેવીનાં મંત્ર જાપ કરવા ઉપરાંત પુરૂષોતમ મહિનામાં શ્રી કૃષ્ણ શરણં મમ અથવાતો ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રના જપ કરવાથી પણ સિધ્ધિની પ્રાપ્તી થશે. જીવનમાં શાંતી મળશે દુ:ખ દૂર થશે.
આ દિવસે મંડળ પુરવું, સાત ધાન્યના સાથીયા કરવા પણ ઉતમ છે. બ્રામણોને દાન દક્ષિણા આપવી ગરીબોને દાન આપવું, ગાયોને ઘાસ નાખવું અનેક ગણુ ફળદાયક રહેશે.
આ દિવસે ઔષધિ સેવન કરવુું આરોગ્ય રક્ષક બનશે. નાના બાળકોને સુવર્ણપ્રાશન કરાવવું બુધ્ધિવર્ધક છે.
આ દિવસે સૂર્ય પુજા કરવાથી સૂર્ય બળ અને આત્મ વિશ્ર્વાસ વધે છે. તેમ શાસ્ત્રી રાજદિપ જોશીની યાદીમાં જણાવાયું છે.
શુભ સમયની યાદી દિવસના ચોઘડિયા
ચલ ૮.૧૦ થી ૯.૩૮
લાભ ૯.૩૮ થી ૧૧.૦૬
અમૃત ૧૧.૦૬ થી ૧૨.૩૩
શુભ ૨.૦૧ થી ૩.૨૯
રાત્રીનાં ચોઘડીયા
શુભ ૬.૨૪ થી ૭.૫૬
અમૃત ૭.૫૬ થી ૯.૨૯
ચલ ૯.૨૯ થી ૧૧.૦૦
અભિજિત મૂહૂર્ત બપોરે ૧૨.૧૦ થી ૧૨.૫૭